DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

ઝઘડીયાના અવિધાની સીમમાં વીજપોલ પર કરંટ લાગતા નીચે પડેલ વીજ કર્મીનું મોત..

Share to

અગાઉ પણ આવી ઘટનાઓ વિજકર્મચારીઓ સાથે બની ચુકી છે….ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામની સીમમાં વીજ પોલ ઉપર વાયરો ખેંચતા એક વીજ કર્મીને કરંટ લાગતા તે નીચે પટકાયો હતો. નીચે પડેલ આ વીજ કર્મીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ઝઘડિયા વીજ કંપનીના કાર્યક્ષેત્ર હેઠળ કામ કરતા ૨૯ વર્ષીય મગનભાઇ ભીમસીંગભાઇ વસાવા રહે.રાંજનીવડ,તા.ઉમરપાડા, જિ.સુરતના ગતરોજ તા.૧૭ મીના રોજ સાંજના છ વાગ્યાના અરસામાં અન્ય સાથી કર્મીઓ સાથે જુનાપોરા એગ્રીકલ્ચર વીજ લાઇન ફિડરમાં અવિધા ગામની સીમમાં વીજ પોલ ઉપર વાયરો ખેંચવા ગયા હતા. દરમિયાન તેઓ વીજ પોલ ઉપર વાયરો ખેંચવાની કામગીરી કરી રહ્યા હતા,


ત્યારે એગ્રીકલ્ચર લાઇન ઉપરથી પસાર થતી હાઇ ટેન્શન લાઇનના ઇન્ડેક્સન પાવરના કારણે મગનભાઇને બન્ને હાથમાં કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા તેઓ જમીન પર પટકાયા હતા. જમીન પર પટકાયેલ મગનભાઈને સારવાર માટે લઇ જવાયા હતા,જ્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટના બાબતે પ્રકાશભાઇ સોમાભાઇ તડવી હાલ રહે.ઝઘડિયાનાએ રાજપારડી પોલીસમાં જાણ કરી હતી. પોલીસે આ બાબતે નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


Share to

You may have missed