ભરૂચ એલસીબી પોલીસે નેત્રંગ – ડેડીયાપાડા રોડ પર આવેલ રમણપુરા ગામના પાટીયા પાસેથી વિદેશી દારૂ ની હેરાફેરી કરતી એક ઇકો કાર સહિત બે ને ઝડપીલઇ કુલ્લે રૂપિયા ૨,૭૧,૧૦૦/= મુદામાલ જપ્ત કરી નેત્રંગ પોલીસ ને હલાવે કરતા ચકચાર મચી જવા પામી છે.
ભરૂચ એલસીબી પોલીસ નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમા પ્રોહીબીશન, જુગાર અંગેની વોચ તપાસમાં પેટ્રોલીંગમા હતી, અને તે દરમ્યાન ચોકસ બાતમીદાર થી મળેલ બાતમી મુજબ નેત્રંગ તાલુકા ના ચિકલોટા ના મંદિર ફળીયામા રહેતો જનક રતનભાઈ વસાવા તેમજ ચિકલોટા મા જ સ્કુલ ફળીયામા રહેતો રાહુલ મોતીભાઈ વસાવા મારુતિ કંપની ઇકો ગાડી નંબર જીજે – ૧૬ ડીજી ૮૨૩૦ મા થવા તરફથી વિદેશી દારૂ ભરી નેત્રંગ તરફ આવી રહેલ છે. જે બાતમી આધારે એલસીબી પોલીસે રમણપુરા ગામના પાટીયા પાસે વોચ ગોઠવી ઉપરોક્ત નંબર ની ઇકો ગાડી આવતા તેને ચારે તરફથી કોડઁન કરી ગાડી સાઇડ પર ઉભી રખાવી ચેક કરતા ઇકો ગાડી ની વચ્ચે ની સીટ નીચેથી વિદેશી દારૂ ની નાની મોટી બોટલો તેમજ ટીન કુલ્લે ૪૭ નંગ જેની કિંમત રૂપિયા ૧૧,૧૦૦/= મોબાઇલ નંગ બે જેની કિંમત રુપિયા ૧૦,૦૦૦/= ઇકો ગાડીની કિંમત રૂપિયા ૨,૫૦,૦૦૦/= મળી કુલ્લે રૂપિયા ૨,૭૧,૧૦૦/= મુદામાલ જપ્ત કરી બંન્ને આરોપીઓને જેલ હવાલે કર્યા છે.
*વિજય વસાવા નેત્રંગ*
