* ભારે સુત્રોચ્ચાર-બેનલો સાથે ધસી આવતાં મામલો ગરમાયો
તા.૦૩-૦૮-૨૦૨૧ નેત્રંગ.
પ્રાપ્ત માહિત મુજબ ગુજરાત રાજ્યની વિજયભાઇ રૂપાણીની સરકારને પાંચ વર્ષ પુણઁ થતાં અનેક પ્રકારના વિકાસલક્ષી કાયઁક્રમોનું આયોજન કરીને તેની ઉજવણી કરાઇ રહી છે.જેમાં તમામ સરકારીતંત્ર અને ભાજપના કાયઁકતૉઓ કામે લાગ્યા છે.ત્યારે કોંગ્રેસ પણ રસ્તા ઉપર ઉતરીને મોંઘવારી,ભાવવધારો જેવા કાયઁક્રમો કરીને પ્રદશઁન કરી રહી છે.
જેમાં રાષ્ટ્રીય કોંગ્રેસના મંત્રી ડૉ.વિશ્વરંજન મોહંતજીની આગેવાનીમાં નેત્રંગ ચારરસ્તા ઉપર વિરોધ પ્રદર્શન કરાયું હતું.કોંગ્રેસી કાયઁકતૉઓએ મોદી હંમસે ડયતા પોલીસ કો આગે કરતાં હૈ જેવા સુત્રોચ્ચાર,મોંઘવારીના વિરોધના બેનરો અને હોબાળા સાથે નેત્રંગ તાલુકા સેવાસદન ખાતે ધસી આવ્યા હતા.મામલો ગરમાતા નેત્રંગ પોલીસે તમામ કોંગ્રેસી કાયઁકતૉઓની અટકાયત કરી હતી.ત્યારે ભરૂચ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરીમલસિંહ રણાએ જણાવ્યું હતું કે,ભાજપે ધાક-ધમકી અને પૈસાના જોરે જીલ્લા-તાલુકા પંચાયતમાં સત્તા હાંસલ કરી છે.વિકાસના નામે તાયફાઓ કરી રહી છે.
જે દરમ્યાન ભરૂચ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરીમલસિંહ રણા,ભરૂચ જીલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ,સંદિપસિંહ માંગરોલા,સુલેમાન પટેલ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાયઁકતૉઓ જોડાયા હતા.
* ફોટોમેટર :- વિજય વસાવા નેત્રંગ
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.