December 26, 2024

જૂનાગઢના મેંદરડામાં સગીર વય ની દીકરીના અપહરણ ના ગુન્હામાં સંડોવાયેલ આરોપી ને જુનાગઢ પેરોલ સ્કોડે પકડી પાડ્યોમેંદરડા પો.સ્ટે. ના અપહરણ ના ગુન્હા માં સગીર વય ની દીકરીને લલચાવી ફોસલાવી લઈ જનાર છેલ્લા એક વર્ષ થી નાસતા ફરતા આરોપીને તથા ભોગ બનનાર ને જુનાગઢ શહેર વિસ્તારથી શોધી કાઢતી જુનાગઢ પેરોલ ફર્લો સ્કોડ.

Share to




*જૂનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ મયંકસિંહ ચાવડા સાહેબ ની સુચના તેમજ*પોલીસ અધિક્ષકશ્રી રવીતેજા વાસમશેટ્ટી સાહેબ દ્વારા જુનાગઢ જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને ગુમ તથા અપહરણ થયેલ બાળકો અને સગીર વયની યુવતીઓને શોધી કાઢવા માટે અસરકારક પ્રયત્નો કરી, આ બાબતે ગુમ થયેલ તથા અપહરણ કરવામા આવેલ સગીર બાળકો તથા યુવતીઓને શોધી કાઢવા ખાસ સુચનાઓ કરી જિલ્લામા ત્રણ ટીમોનુ ગઠન કરવામા આવેલ હોય, જે અન્વયે ક્રાઈમ બ્રાન્ચ ના ઈન્ચાર્જ પો.ઈન્સ. શ્રી જે.જે.ગઢવી સાહેબ ના માર્ગદર્શન અને સુચના મુજબ **પેરોલ ફર્લો સ્કોડ ના એ.એસ.આઈ. ઉમેશભાઇ વેગડા પો.હેડ.કોન્સ. સંજયભાઈ વઘેરા પો.હેડ.કોન્સ. પુનાભાઈ હૂણ પો.કોન્સ. દિનેશભાઇ છૈયા પો.કોન્સ. જયેશ ભાઈ બામણીયા એ રીતે નાઓની ટીમદ્રારા


*જૂનાગઢ ડિવીઝનના જુદા જુદા પોલીસ સ્ટેશનો મા ગુમ- અપહરણના ગુન્હા ના કામે નાસતા ફરતા આરોપીઓને તથા ભોગ બનનારને શોધી કાઢવા જુનાગઢ શહેર વિસ્તાર મા પેટ્રોલીંગ માં હતા ત્યારે બાતમી રાહે હકિકત મળેલ કે મેંદરડા પો.સ્ટે. ના ગુન્હા મા નાસતો ફરતો આરોપી હિતેશ ઉકાભાઈ મોતવાડીયા ઉ.વ.૨૦ રહે.બોરડીયા તા.વિસાવદર જિ.જુનાગઢવાળો તથા ભોગ બનનાર હિરલબેન ભુપતભાઈ બાવડીયા ઉ.વ.૧૭ રહે.સાસણ, ચકલાપટ વિસ્તાર તા.મેંદરડા જિ.જુનાગઢ અત્યારે જુનાગઢ એસ.ટી. બસ સ્ટેશન વિસ્તારમા છે તેવી હકીકત મળતા ઉકત જગ્યાએ જઇ વોચ તપાસ મા રહેતાં મજકુર આરોપી તથા ભોગ બનનાર ત્યાથી મળી આવતા તેઓને હસ્તગત કરી આગળ ની કાર્યવાહી કરવા સારૂ છે મેંદરડા પોસ્ટે. ખાતે સોપી આપવામા આવેલ છે.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed