પરીક્ષા કેન્દ્ર પર મોબાઇલ સહિતનાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવા પર પ્રતિબંધપેપર લીક જેવા ઓર્ગેનાઇઝડ ક્રાઈમ કરવા બદલ મહત્તમ ૧૦ વર્ષની જેલ તથા રૂ. એક કરોડ સુધીનો દંડ થઈ શકે છે

Share to


(ડી.એન.એસ)
અમદાવાદ
જિલ્લા કલેકટરશ્રીની (અમદાવાદ) અનુસાર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જૂનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ) વર્ગ-૩ (જા.ક્રમાંકઃ૧૨/૨૦૨૨૨૩)ની પરીક્ષા તા.૦૯/૦૪/૨૦૨૩ના રોજ યોજાનાર છે.
પરીક્ષા સંદર્ભે ખાસ જણાવાયું છે કે તમામ પરીક્ષાર્થીઓએ સંદેશ વ્યવહારનો ઉપયોગ થઈ શકે તેવા કોઈ પણ પ્રકારનાં ઇલેક્ટ્રોનિક ગેજેટ્‌સ, ડિવાઈસ, મોબાઈલ ફોન, લેપટોપ તેમજ લાઈટર, માચીસ વગેરે સાથે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરી શકશે નહીં.
તેમજ કોઈ પણ મૂલ્યવાન ચીજવસ્તુઓ સાથે રાખી શકશે નહીં અને આવી ચીજવસ્તુઓ ગુમ થવા કે ચોરાઈ-ખોવાઈ જવાથી પંચાયત સેવા પસંદગી મંડળ જવાબદાર રહેશે નહીં, જેની સંબંધકર્તાઓએ નોંધ લેવી.
જૂનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)ની પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોએ કોલલેટરમાં દર્શાવેલ સૂચનોનું ચુસ્તપણે પાલન કરવા જણાવામાં આવ્યું છે.
વધુમાં, ગુજરાત વિધાનસભામાં તાજેતરમાં સર્વાનુમતે પસાર કરવામાં આવેલ ગુજરાત પબ્લિક એક્ઝામિનેશન (પ્રોવેન્શન ઓફ અનફેર મીન્સ) બિલ, ૨૦૨૩ અંતર્ગત પેપર લીક જેવા ઓર્ગેનાઇઝડ ક્રાઈમ કરવા બદલ મહત્તમ ૧૦ વર્ષની જેલ તથા રૂ. એક કરોડ સુધીના દંડની જાેગવાઈ કરવામાં આવેલ છે.


Share to