November 22, 2024

રાજપીપળાની ત્રણ વર્ષીય કાયનાત મન્સૂરીએ રોઝો રાખી ઉદાહરણ પૂરું પાડયુ

Share to



ઈકરામ મલેક:રાજપીપળા નર્મદા

હાલ મુસ્લિમોનો પવિત્ર માસ રમજાન ચાલી રહ્યો છે આ મહિનાની અંદર મુસ્લિમ બિરાદરો રોજો રાખી કોઈપણ વસ્તુ ખાવા પીવાથી બચે છે અને દિવસમા પાંચ વખતની નમાજ સાથે ખુદાની ઈબાદત કરે છે. રોઝામા પાણી પણ પીવાય નહિ અને ઉનાળાની આકરી ગરમી હોય ત્યારે રોઝદારો માટે કસોટી થતી હોય છે, ત્યારે નાના બાળકો રોઝો રાખે ત્યારે અનોખી વાત બને છે.

આજ રીતે રાજપીપળા ના કસ્બાવાડ મા રહેતા આશિક ભાઈ મન્સૂરી ની ત્રણ વર્ષીય દીકરી કાયનાત બાનુ એ રોઝો રાખી ખુદાની ઈબાદત કરી હતી, મુસ્લિમો મા રમઝાન માસ મા 30 રોઝા રાખવા ફરજીયાત હોય છે છતાં કેટલાક લોકો ભૂખ અને તરસ સહન નહિ થાય, એમ માની રોઝો નથી રાખતા, ત્યારે પોતાના ઉપર રોઝો ફરઝ ના હોવા છતાં રોઝો રાખી મોટેરાઓ ને પણ આ નાનકડી દીકરી એ રાહ ચીંધ્યો છે.


Share to