(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૦૪
છ્સ્ માંથી નાની નોટની ડિમાન્ડ ખૂબ વધારે હોય છે. મોટા ભાગે લોકો માટે નાની નોટમાં લેવડદેવડ સરળ રહે છે. પછી તે ઓટો માટે ભાડૂ આપવાનું હોય કે કોઈ બાળકને પૈસા આપવાના હોય. ત્યારે આવા સમયે એટીએમમાંથી નાની નોટ ન નીકળતા લોકોને મોટી નોટના છુટા કરાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પણ હવે તમારી આ મુશ્કેલી લાંબો સમય નહીં રહે. હવે આપ સરળતાથી એટીએમમાંથી નાની નોટ કાઢી શકશો. જી હાં…સરકારે હાલમાં જ તેના માટે નિર્દેશ જાહેર કર્યા છે. સરકારી નકલી નોટ પર રોક લગાવવા માટે મહત્વના પગલા ઉઠાવ્યા છે. તેના માટે સરકારે નાની નોટને એટીએમમાં સામેલ કરવા માટે નિર્દેશ આપ્યા છે. હવે આપ સરળતાથી ૧૦૦,૨૦૦ની નોટ એટીએમમાંથી મળી રહેશે. તો વળી નકલી નોટ વિરુદ્ધ સરકાર કેટલાય સ્તર પર કાર્યવાહી કરી રહી છે. દેશમાં નોટબંધી બાદ અત્યાર સુધીમાં ફક્ત ૮૪ કરોડ રૂપિયાની નકલી નોટ પકડાઈ છે. પીએમએલએ અંતર્ગત આઠ કેસ ઉઠાવવામાં આવ્યા છે. કેન્દ્રીય નાણામંત્રાલયે લેખિત જવાબમાં કહ્યું કે, તેના પર રોક લગાવવા માટે ભારતીય કરન્સી નોટ પર રોક લગાવવા માટે એનઆઈએએ તપાસ થઈ રહી છે. આતંકી સંગઠનને પૈસા આપવાના મામલાની વાત સામે આવી હતી, જેમાં કેટલીય એજન્સીને કામે લગાડી છે.
More Stories
નેત્રંગ તાલુકાના મોરીયાણા ગામે નવરંગ વિદ્યામંદિર મોરીયાણાના શાળાના નવા ભવનનું લોકાર્પણ તારીખ ૨૬/૧૨/૨૦૨૪ ના રોજ મોરીયણા ગામે માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા ર૧૭મો સરસ્વતિધામ લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો..
પ્રાંત અધિકારી રાજપીપલાએ સપાટો બોલાવ્યો, સાગમટે 4 ઓવરલોડ હાયવાને સાણસા મા લીધા
જૂનાગઢના ભેસાણ ગ્રામ પંચાયતમાં ત્રીજીવાર ગ્રામસભા બોલાવવામાં આવી હતી કોઈ ઠરાવ પાસ નથયા મામલતદાર ટીડીઓજ ગેરહાજરત રહેતા ગ્રામજનો દ્વારા ગ્રામસભાનો બહિષ્કાર