નેત્રંગ, તા,૦૪-૦૪-૨૦૨૩.
નેત્રંગ – ડેડીયાપાડા રોડ પર આવેલ ફલવાડી ચોકડી થી નેત્રંગ – મોવી રોડ પર આવેલ કુડ ગામ સુધી બનેલા ડામર રોડ બાદ રોડ આજુ બાજુ સાઇડ સોલડરીગ નુ કામ માગૅ-મકાન વિભાગ ના અધિકારીઓની લાપરવાહીને લઈ ને આજ દિન સુધી નહિ થતા જાન હાનિ વાળો મોટો અકસ્માત થાય તેવો ભય વાહન ધારકોથી લઇ ને આમ રાહદારીઓ ને સતાવી રહ્યો છે. તેવા સંજોગોમા અધિકારીઓ કુંભકર્ણ ની નિદ્રામા
તો બીજી તરફ રોડની કામગીરી બાબત નુ બોડઁ થી લઈને કામમા થયેલ ગોબાચારી બાબતે તકેદારી આયોગ મા રાવ નાખવા છતા યોગ્ય તપાસ થવાના બદલે ચલકચલાણી વાળી નીતિ અપનાવવામા આવી રહી છે.
અંબાજી થી ઉમરગામ ને જોડતો નેશનલ હાઇવે નંબર ૫૬ કે જે નાંદોદ તાલુકા માંથી થઈ ને નેત્રંગ તાલુકા ના ગ્રામ્ય વિસ્તારો માંથી પસાર થતો હાઇવે છે.
આ રોડ પર થી ખરેઠા ગામની આગળ આવેલ કુડ ગામથી સીધો ઉમરપાડા તાલુકાને જોડતો માર્ગ બનાવવામા આવ્યો છે. જે માર્ગ કુડ, ગાલીબા, ફલવાડી, કાકડકુઇ, નાના જાબુંડા, મોટા જાબુંડા, બિલોઠી થઈ કેવડી ઉમરપાડા ને જોડતો રોડ છે.
આ રોડ રાજય સરકાર હસ્તક ના માર્ગ મકાન વિભાગ ની ભરૂચ ની પેટા કચેરી અંકલેશ્વર ના તાબા હેઠળ આવેલ છે. જેની તમામ જવાબદારી અંકલેશ્વર કચેરીમા બેઠેલા જવાબદાર અધિકારીઓની છે.
તાજેતરમા જ આ રોડ નુ લાખો રૂપિયા ની લાગતા થી નવીનીકરણ ની કામગીરી જેતે ઠેકેદાર ને સોપવામા આવેલ કામગીરીની પ્રારંભે રોડ સાઇડ પર કામગીરી દર્શાવતુ બોડઁ પણ લગાવેલ નહિ, જેને લઈ આમ જનતા ને ખબર પણ પડે નહિ કે રોડની કામગીરી કયા પ્રકાર ની છે. જેને લઈને કામગીરીમા ગોબાચારી થઈ હોવાની શંકાને લઈને આ વિસ્તાર અગ્રણી ભારતીય ટાયબલ પાઁટીના નેતા અને ભરૂચ જીલ્લા પંચાયત સિંચાઇ સમિતિના માજી ચેરમેન પરેશ વસાવાએ તકેદારી આયોગ મા લેખિત મા રાવ નાખવા છતા પણ આજ દીન સુધી કોઇ પણ જાતની કાર્યવાહી નહિ કરાતા ઉપરથી ચલકચલાણી વાળી નીતિ અપનાવવામા આવી રહી છે.
માગૅ-મકાન વિભાગ ના જવાબદાર અધિકારીઓ રોડ સાઇડ પર માટીનુ પુરાણ તાત્કાલિક ધોરણે કરાવશે ખરા કે પછી કોઈ મોટા અકસ્માત થાય અને મોટીજાન હાની થાય તેની રાહ જોશે કે શુ તેવુ પંથક ની પ્રજામા ચચાઁઇ રહ્યુ છે.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
પ્રાંત અધિકારી રાજપીપલાએ સપાટો બોલાવ્યો, સાગમટે 4 ઓવરલોડ હાયવાને સાણસા મા લીધા
જૂનાગઢના ભેસાણ ગ્રામ પંચાયતમાં ત્રીજીવાર ગ્રામસભા બોલાવવામાં આવી હતી કોઈ ઠરાવ પાસ નથયા મામલતદાર ટીડીઓજ ગેરહાજરત રહેતા ગ્રામજનો દ્વારા ગ્રામસભાનો બહિષ્કાર
નેત્રંગ ના વડપાન પંથકની સીમમા છેલ્લા ૧૧ દિવસ થી ભયનો માહોલ ફેલાવનાર ખૂંખાર દીપડો પિંજરામા કેદ