વંથલી પો.સ્ટે.માં
ખૂનનો ગુન્હો નો બનાવ ગઇ તા.૦૮/૦૩/૨૦૧૩ ના રોજ ૭.૨૧૪૦૦ વાગ્યે રવની ગામે ગ્રામ પંચાયત પાસે બનેલ છે. જે ગુન્હો તા.૦૯/૦૩/૨૦૨૩ ના ક.૦૫/૧૫ વાગ્યે જાહેર થયેલ છે. આ કામે ફરીયદી હબીબભાઇ ઇબ્રાહીમભાઇ સાથે રહે. રવની વાળાએ આરોપીઓ (૧) લતીફ અબ્દુલ સાધુ રહે, ટીકર તથા ૨) લતીફ સાથે આવેલ અજાણ્યો ઇસમ વિરૂધ્ધ ફરીયાદ ખાપેલ છે કે, આ ક્રમના ફરીયાદીને આરોપી નં.૧ વાળા સાથે વર્ષો જુનુ વેર ઝેર હોય અને ખારોપી નં.૧ નામે બા વેરવ નહી ત્યા સુધી ઉત્પાડા પગે ચાલવાની બાધા રાખેલ હોય જેથી આ કામના ખારોપીઓએ પૂર્વ આયોજી કાવત્રુ રચી ફરીયાદીના દિસ સલીમની મોટર સાયકલમા બારોપી નં.૧ ની સાથે આવેલ અજાણયા ઇસમએ મો મા ભટકાવી મરણ જનાર સલીમ તથા સાહેદને પછાડી દઇ મો.સા. પાછળ બેસેલ લતીફએ ફરીયાદીના દિકરા, સલીમ ઉપર પિસ્તોલ જેવા હથિયારથી ફાયરીંગ કરી ફરીયાદીના દિકરા સલીમને જીવલેણ ઇજાઓ કરી ખુન કરી ને જિલ્લા મેજી.મા. જુનાગઢના ચિ.બંધી જાહેર નામાનો ભંગ કરી ગુન્હો કરેલ છે.
ગભીર ગુન્હો દાખલ થતા જૂનાગઢ રેંજના આઈપી શ્રી મયંકસિંહ ચાવડા સાહેબ તથા જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા શ્રી. રવિ તેજા વાશમ શેટ્ટી સાહેબ દ્વારા ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ સદરહું બનાવમાં સંડોવાયેલ આરોપીઓને તાત્કાલીક અસરથી વહેલી તકે પકડી પાડવા સુચના કરવામાં આવેલ જે ઉપરોક્ત સુચના અને ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચના ઇંચ. પોલીસ ઇન્સપેકટર શ્રી જે જે પટેલ ના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ કાઇમ બાન્ચના પો.સ.ઇ.શ્રી જેજે ગઢવી, ડી.કે ઝાલા તથા પો.સ્ટાફના માણસોની તથા એસ ઓ જી.શાખાના પો.ઇ.શ્રી એ.એમ.ગોહિલ તથા તેમના પો.સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી ગભીર ગુન્હામાં સડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા માટે ખાનગી બાતમીદારો
તથા ટેકનિકલ ટીમ મારફતે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવેલ હતા. દરમ્યાન પો.સ.ઇ.શ્રી જે.જે.ગઢવી, ડી કે.ઝાલા તથા પો.સ્ટાફની ટીમને સંયુક્તમાં ખાનગીરાહ ચોક્ક્સ હકિકત મળેલ કે, આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ પૈકી ન ૧ લતીફ અબ્દુલભાઇ સધિ રહે, ટોકરવાળા સાથે મુસ્તાક હનિફભાઇ દલ રહે.- જામવાડી તા.માળીયા હાટીના વાળો સંડોવાયેલ છે અને બંને ઇસમો ટીકર ગામે આવેલ લતીફની વાડી નજીક છુપાયેલ છે, જે ચોક્ક્સ હકિકત મળતા તાત્કાલીક અલગ અલગ ટીમો બનાવી એક સાથે હકિકત વાળી જગ્યાએ તપાસ કરતા મજકુર બંને ઇસમો મળી આવતા તેમને રાઉન્ડઅપ કરી ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી પુછપરછ કરતા અગાઉના આરોપી નં.૧ ના પિતાન મરણજનારે તેના સાત્રિતો સાથે મળી ખુન કરેલ હોય જે જુના વેરઝેરના લીધે બદલો લેવાના ઇરાદાથી બનાવને અંજામ આપેલ હોવાની પ્રાથમીક હકિકત જણાવેલ છે. જેથી બંને ઇસમોને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે વંથલી પો.સ્ટે.ને સોંપવા તજવીજ ચાલુ છે.
પકડાયેલા આરોપીના નામ તથા શ્રીનહતી પ્રમ – ૧) લતીફ સઓ અબ્દુલ ઉર્ફે અબલો મુસાભાઇ સૌધ સંધી ગામેતી ઉવ.૨૨ રહે. ટીકર પાદરડી) ગામ
વાડી વિસ્તાર તા વંથલી જી.જુનાગઢ
૨) મુસ્તાક સાઓ હનિફભાઇ ઉર્ફે મહમદભાઇ અલીભાઇ દલ સંધી ગામેતી ઉવ.૨૦ રહે. જામવાડી ગામ, મસ્જીદ વિસ્તારની બાજુમાં તા.માળીયા હાટીના જી.જુનાગઢ
આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ શ્રી જે.જે.પટેલ પો.સ.ઇ.શ્રી જે ગરવી, ડી.કે.ઝાલા તથા પો.સ્ટાફના વિક્રમભાઇ ચાવડા, સાહીલભાઇ સમા, દિપકભાઇ બડવા, પ્રકાશભાઇ ડાભી, ઇન્દ્રજીતસિંહ ઝાલા, આઝાદસિંહ સિસૌદીયા, દિવ્યેશભાઇ ડાભી, જયદિપભાઇ કનેરીયા, ભરતભાઇ સોલંકી, મયુરભાઇ કોડીયાતર, કરશનભાઇ કોડીયાતર, ડાયાભાઇ કોર્નીયાતર, ભરતભાઇ સોનારા, જગદિશભાઇ ભાટું, વનરાજભાઇ ચાવડા, વરજાંગભાઇ બોરીચા, મુકેશભાઇ કોડીયાતર, વિજયભાઇ ખંડવા, યશપાલસિંહ જાડેજા, જીતેષભાઇ મારૂ, નિકુલભાઇ પટેલ વિગેરે સાથે રહી આ કામગીરી કરેલ છે.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.