- શું આ છે સંવેદનશીલ સરકારનો વહીવટ..?
- રેવન્યુ તલાટીની કામગીરીનું ભારણ જબરજસ્તી પંચાયતી તલાટીને સોંપાયું
- તલાટીને કામગીરીનું ભારણ વધુ રહેતા લાભાર્થી સરકારની યોજનાથી વંચીત રહે છે ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા વાલીયા-ઝઘડીયા તાલુકામાંથી ૭૮ ગામોને અલગ પાડીને નવો નેત્રંગ તાલુકો બનાવાયો હતો.રાજ્ય સરકારનો નવો નેત્રંગ તાલુકો બનાવા પાછળનો મુખ્ય આશય હતો કે,રાજ્ય-કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ છેવાડાના ગામો સુધી પહોંચી,અને તમામ ગામોનો સવૉગી વિકાસ સધાય.પરંતુ કમનસીબે રાજ્ય સરકારની અપેક્ષાઓ ઉપર પાણી ફરી ચુક્યુ હોય તેવું સ્પષ્ટપણે જણાઇ રહ્યુ છે. નેત્રંગ તાલુકાના ૭૮ ગામ છે.૩૯ ગ્રા.પંચાયત પંચાયત છે.મહેકમ મુજબ નેત્રંગ તાલુકામાં ૩૯ તલાટી હોવા જોઈએ.પરંતુ વષૉથી ૧૬ તલાટીની જગ્યા ખાલી પડી છે.એટલે કે એક તલાટી એક ગ્રા.પંચાયત સહિત વધુ એક ગ્રા.પંચાયતનો ચાજઁ લઇને ફરજ નિભાવવી પડે છે.
- તલાટી પોતાની કામગીરી સંતોષકારક કરી શકતો નથી.ગ્રામજનોને આવક-જાતીના દાખલા,વૃદ્ધ પેન્શન,વિધવા પેન્શન,પેઢીનામું,ઘરવેરો,પાણી વેરો અને મહેસુલી કામગીરી કરી શકતો નથી.સાથે-સાથે રેવન્યુ તલાટીની તમામ પ્રકારની કામગીરી જબરજસ્તી પંચાયતી તલાટીને સોંપી દેવામાં આવી છે.રાજ્ય-કેન્દ્ર સરકારના તમામ પ્રકારના કાયઁક્રમોને સફળતા પુવઁક પાર પાડવા સહિત નેત્રંગ તા.પંચાયત અને નેત્રંગ તાલુકા સેવાસદનના જવાબદાર અધિકારીઓ ધ્વારા સોંપવામાં આવતા કામથી તલાટીઓને બદ્દતર હાલત થઇ જવા પામી છે.તેવા સંજોગોમાં તલાટીઓને કામગીરીનું ભારણ વધી જાય છે.જેની આડ અસર લાભાર્થીઓ ઉપર પડે છે.રાજ્ય-કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ સમયમયૉદામાં લેવો પડે છે.પરંતુ તે બાબતની કામગીરી નહીં થવાથી લાભાથીઁ યોજનાથી વંચિત રહી જાય છે.ગામે-ગામ વિકાસના કામો અધુરા રહી જવાથી આદિવાઈ વિસ્તારનો વિકાસ સતત રૂંધાય રહ્યો છે.આગામી ટુંક સમયમાં નેત્રંગ તાલુકાની તમામ ગ્રા.પંચાયતમાં તાત્કાલિક તલાટીની ભરતી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
રિપોર્ટર / વિજય વસાવા નેત્રંગ
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો