યુવકના પિતા દ્વારા ભરૂચ એસ પી ને આરોપીને ઝડપી લઇ તેઓની ઉપર કાર્યવાહી કરવા રજૂઆત કરી..
યુવકનું પરિવાર ગરીબ સ્થિતિ ધરાવતું હોય તેમજ યુવકના પિતા લકવા ગ્રસ્ત છે, તેથી યુવકની સારવારના ખર્ચ માટે ગામ લોકો અને સંબંધીઓ દ્વારા આર્થિક મદદ કરવામાં આવી હોવાનું રજુઆતમાં જણાવ્યું
ભરૂચ જિલ્લા ના ઝઘડીયા તાલુકામાં આવેલ રતનપોર ગામના આશીફ નામના 21 વર્ષીય યુવક પર ગત 01-02-23 ના રોજ અસ્લમ નામના ઇસમે ચપ્પુથી હુમલો કરીને બરડા તેમજ કુખનાભાગે ચપ્પુના ઘા માર્યા હતા.
આ ઘટનામાં અન્ય અકરમ અને તેની સાથેના માણસે આશીફ સાથે ઝપાઝપી કરીને તેને પકડી રાખ્યો હતો.
બહેન સાથે વાત કરવાની બાબતેથયેલ બોલાચાલી બાદ આ હુમલો કરાયો હોવા બાબતની ફરિયાદ ઇજાગ્રસ્ત આશીફ હૈદરભાઇ રતનપુર તા.ઝઘડિયાનાએ રાજપારડી
પોલીસ મથકે લખાવી હતી.
મલેક ઇજાગ્રસ્ત યુવક આશીફને સારવાર માટે ભરુચની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ આરોપીઓ ઘટનાના દિવસો વિતવા છતાં પોલીસ પકડથી દુર રહેતા ઇજાગ્રસ્ત યુવક આશીફના પિતા હૈદરભાઇ મલેકે ભરૂચ જિલ્લા પોલીસ વડા ને લેખિતમાં રજૂઆત કરીને આ ઘટનામાં સંડોવાયેલા અને ફરાર થયેલ આરોપીઓને તાકીદે ઝડપી લેવા માંગ કરી હતી.રજુઆતમાં જણાવાયા મુજબ આશીફને ચાકુના સાત જેટલા ઘા મરાતા ચાકુ હાથમાં મારતા તુટી ગયેલ હતું. ઘટનાબાદ હુમલાખોરો ફરાર થઇ ગયા હતા.
આ હુમલામાંગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ ભરૂચ ખાતે આશીફને સારવાર માટે લઇ જવાયો હતો. આ યુવકનું પરિવાર ગરીબ સ્થિતિ ધરાવતું હોય તેમજ યુવકના પિતા લકવા ગ્રસ્ત છે, તેથી યુવકની સારવારના ખર્ચ માટે ગામલોકો અને સંબંધીઓ દ્વારા આર્થિક મદદ કરવામાં આવી હોવાનું રજુઆતમાં જણાવ્યું હતું. યુવકના પિતા હૈદરભાઇ મલેકે જિલ્લા પોલીસ વડાને કરેલ રજુઆતમાં જણાવ્યું હતું કે
રાજપારડી પોલીસ મથકે ફરિયાદ લખાવવા છતાં બે
ત્રણ દિવસ સુધી કોઇ પગલા ન લેતા ગામલોકોએ રજુઆત
કરતા પાછળથી કલમ 307 દાખલ કરી હતી. ઘટનાને 10
દિવસ ઉપરાંત નો સમય વિતવા છતાં આરોપીઓ
પોલીસ પકડથી દુર રહેતા ખુલ્લેઆમ ફરતા હોવાનું
તાત્કાલિક જણાવી આરોપીઓ ને ઝડપી લેવાય
તેવી માંગ કરવામાં આવી હતી.
રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા
#DNSNEWS
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો