💫 *_વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્રારા રૂ.૨૨,૯૦૦/-ની કીંમતનો ખોવાયેલ મોબાઈલ ફોન જૂનાગઢ પોલીસ દ્રારા ૧ કલાકમાં શોધી આપેલ._*
💫 _સંદીપભાઇ દામજીભાઇ મારકણા જામનગર જીલ્લાના વતની હોય અને જૂનાગઢ ખાતે આર.ટી.ઓ. ના કામ અર્થે આવેલ હોય અને બસ સ્ટેન્ડથી કાળવા ચોક ખાતે જવા ઓટો રીક્ષામાં બેઠેલ હોય, *ઓટો રીક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમનો મોબાઇલ ફોન VIVO V17 ઓટો રીક્ષામાં ભુલી ગયેલ, જેની કી.રૂ. ૨૩,૦૦૦/- હોય,* જે મોબાઈલ ફોન ભવિષ્યમાં મળવો મુશ્કેલ હોય અને તેઓ વ્યથિત થઈ ગયેલ હતા. આ બાબતની જાણ બી.ડીવી.પો.સ્ટે.ના પી.આઇ. એન.એ.શાહને કરતા પી.આઇ. એન.એ.શાહ દ્વારા જીલ્લાના નેત્રમ શાખાના (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ. પી.એચ.મશરૂને જાણ કરતા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) અને બી ડીવીઝન પો.સ્ટે. દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._
💫 _જૂનાગઢ રેન્જના *આઈજી શ્રી મયંકસિંહ ચાવડા* તથા જૂનાગઢ *જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, *પોલીસ પ્રજાનો મિત્ર છે*, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._
💫 _જૂનાગઢ ડિવિઝનના ડી.વાય.એસ.પી. એચ.એસ.ધાંધલીયાના માર્ગદર્શન હેઠળ બી.ડીવી.પો.સ્ટે.ના પો.ઇન્સ. એન.એ.શાહ, પો.કોન્સ. સંજયભાઇ માલમ તથા નેત્રમ શાખાના (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. હાર્દિકસીંહ સીસોદીયા, કુસુમબેન મેવાડા, જાનવીબેન પટોડીયા એન્જીનીયર અભીષેક વાઘેલા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી સંદીપભાઇ જે સ્થળેથી મોબાઇલ ફોન ખોવાયેલ હતો તે સ્થળના *વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV* ફૂટેજ ચેક કરી ઓટો રીક્ષાના નંબર શોધી *ઓટો રીક્ષા ચાલકને શોધી ફક્ત ૧ કલાકમાં રૂ. ૨૩,૦૦૦/- ની કીંમતનો VIVO V17 મોબાઇલ ફોન શોધી આપેલ.*_
💫 _*જૂનાગઢ પોલીસ દ્વારા ફક્ત ૧ કલાકમાં રૂ. ૨૨,૯૦૦/- ની કિંમતનો ખોવાયેલ VIVO V17 મોબાઇલ ફોન* સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને સંદીપભાઇ ભાવવીભોર થઇ ગયેલ હતા અને જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો…_
💫 _જૂનાગઢ *જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા પણ પ્રજા સાથે સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) અને બી ડીવીઝન પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, *જૂનાગઢ પોલીસ દ્વારા ફ્ક્ત ૧ કલાકમાં સંદીપભાઇનો રૂ.૨૨,૯૦૦/- ની કીંમતનો VIVO V17 ખોવાયેલ મોબાઈલ ફોન સહી સલામત પરત અપાવી,* સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, *પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને ફરીવાર સાર્થક કરવામાં આવેલ છે.._
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો