ઈકરામ મલેક:- નર્મદા
ગરુડેશ્વર ના સ્ટેચ્યુ ઓફ યુનિટી હાઇવે ઉપર આવેલી હોટલ ગ્રાન્ડ યુનિટીમાં ઓરા સ્પા મસાજ સેન્ટર ના માલિકો સામે તેમના સ્પા મા કામ કરતી મહિલાઓ ના જરૂરી આધાર પુરાવા નહિ રાખી તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશન મા જાણ નહી કરી મેં.જી. કલે ના 28/12/2022 ના જાહે4નામ નો ભંગ કરતા આરોપી મૌલિક ગિરી પ્રવીણ ગિરી ગોસ્વામી હાલ રહેવાસી દેવળીયા ચોકડી તા.ટીલકવાળા જી. નર્મદા મૂળ રહેવાસી ચિતર વાડા તા.તારાપુર જી.આંનદ સામેં જાહેરનામા ભંગ અંગે નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે…
આ જ રીતે ગરુડેશ્વરના સ્ટેચ્યુ ઓફ યુનિટી હાઇવે ઉપર આવેલી ગ્રાન્ડ યુનિટી હોટલ નીચે ક્રાઉન સ્પા ના નામે મસાજ સેન્ટર ચલાવતા રાકેશ કુમાર ઉર્ફે રાજુ દુર્ગારામ સાલવી હાલ રહેવાસી ગરુડેશ્વર ગ્રાન્ડ યુનિટી હોટલની છે ક્રાઉન વેલનેસ પામવા તાલુકો ગરડેશ્વર જિલ્લો નર્મદા મૂળ રહેવાસી તિથરી તાલુકો ભીમ જીલ્લો રાજસમન રાજસ્થાન નાવોએ પોતાના ક્રાઉન વેલનેસ પામવા કામ કરતી મહિલાઓ ના જરૂરી પુરાવા નહીં રાખી તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ નહીં કરતા જિલ્લા કલેકટર નર્મદાના 28 12 2022 ના જાહેરનામાનો ભંગ કરતા તેમની સામે પણ જાહેરનામા ભંગ બદલ કલમ 188 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેઓની અટકાયત કરવામાં આવી છે…
સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન ધામ તરીકે આજે દેશ-વિદેશમાં નામના મેળવી રહ્યું છે ત્યારે શંકાસ્પદ પ્રવૃત્તિઓને શોધી કાઢી અટકાવવા માટે મહેરબાન જિલ્લા કલેકટર દ્વારા 28 12 2022 ના જાહેરનામું બહાર પાડીને હોટલો તેમજ ગેસ્ટ હાઉસ સહિતની કોમર્શિયલ જગ્યાઓમાં વસવાટ અને કામ કરતા લોકોના નામ ઠામ જરૂરી પુરાવાઓ નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધાવા ફરજિયાત હોય છે જો તેમ કરવામાં કોઈ કસુરવાર કરે તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે, ત્યારે ગરડેશ્વરના ઓરા સ્પા અને ક્રાઉન સ્પા મસાજ સેન્ટર માં કામ કરતી મહિલાઓના જરૂરી આધાર પુરાવા નહીં રાખીને જાહેરનામાનો ભંગ કરતા આરોપીઓ મૌલિકગીરી પ્રવીણ ગિરી ગોસ્વામી અને રાજુ ઉર્ફે રાકેશકુમાર દુર્ગારામ સાલવી સામે જાહેર નવા ભંગ અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.