November 21, 2024

ઝગડીયા તાલુકામાં Vodafone-Idea ના ગ્રાહકો ને ઇન્ટરનેટ એક્સેસ માં આવી રહી છે પરેશાની..

Share to

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

ઝગડીયા તાલુકામાં હજારો યુઝર્સને કેટલા દિવસ થી આવી રહી છે આ સમસ્યા

ટેલિકોમ કંપની Vodafone-Idea નાં ઉમલ્લા, રાજપારડી ઝગડીયા તાલુકામાં આવેલ અન્ય ગામો ના યુઝર્સને હાલ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે પાછલા કેટલા દિવસ માં ઇન્ટરનેટ એક્સેક્સ માં ઇન્ટરનેટ યુઝર્સ ને પરેશાની આવી રહી છે..જેમાં ઇન્ટરનેટ સ્લો અથવા 4g થી 2g થવું અને ઇન્ટરેનેટ બન્ધ થઈ જવુ, જેવા ઇસ્યુ હાલ આઈડિયા વોડાફોન ની સર્વિસ માં આવી રહ્યા હોવાની વાતો એ જોર પકડ્યું છે..

ત્યારે અમારા પ્રતિનિધિ દ્વારા કેટલાક યુઝર ને પૂછતાં ઘણા કેટલા દિવસો થી ઇન્ટરનેટ સર્વિસ માં વિક્ષેપ આવી રહ્યા છે ઇન્ટરનેટ બંધ રહેવાના કારણે યુઝર્સના ઘણા કામ અટવાઇ પડ્યા છે જેમાં ગ્રાહકો અને બેન્કિંગ સેવા લેતા ગ્રાહકો વર્ક ફ્રોમ હોમ કરતાં ગ્રાહકો અને અન્ય મોબાઈલ ઇન્ટરનેટ પર નિર્ભર રહેતા ગ્રાહકો ને પરેશાની ભોગવી પડી રહી છે હાલતો તેઓ નાં બધાજ કામો અટવાઈ ગયા છે તો અનેક નોકરિયાત વર્ગ તેમજ સ્ટુડટ્સ ને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે…

વાત કરવામાં આવે તો ઘણા દિવસો થી ગુજરાતભરમાં Vodafone-Idea ઇન્ટરનેટ નાં ઘણા યુઝર્સને નેટવર્કના ઇશ્યુ આવી રહ્યાં હોવાની ચર્ચા થઈ રહી છે..સાથે જ મોબાઇલ ઇન્ટરનેટ પણ કામ નથી કરી રહ્યું. તો કેટલાક યુઝર દ્વારા ઇન્ટરનેટ રિચાર્જ કરાવ્યું હોવા છતાં હજારો યુઝર્સ હાલ ઇન્ટરનેટ સર્વિસ વિહોણા થઇ ગયા છે ત્યારે ઘણા લોકો આ ઇસ્યુ આવતાની સાથે અન્ય સર્વિસ પ્રોવાઇડર તરફ વળી રહ્યા હોંઈ તેમ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે..અત્રે ઉલ્લેખનીય છે કે હાલ 5g ની સેવા આપવાની વાતો કરતી ટેલિકોમ કંપનીઓ દ્વારા મોટી મોટી જાહેરાતો આપી ગ્રાહકો ને લોલીપોપ આપી રહી છે પરંતું ગ્રાહકો ને સંતોષકારક સેવા આપવામાં તેઓ નિષ્ફડ નીવડી હોઈ તેમ લાગી રહ્યું છે..હાલ તો કંપની તરફ થી ઓપચારિક રીતે ગ્રાહકો ને કોઈ પણ જાતની મેલ નોટીસ કે ટેક્સ્ટ મસેજ આપવામાં નાં આવતા આ સમસ્યા ને કંપની દ્વારા વહેલી તકે સામાન્ય કરે તેમ ગ્રાહકો ઇચ્છી રહ્યા છે…

#દૂરદર્શી ન્યૂઝ


Share to