November 22, 2024

ડેડીયાપાડામાં લાઈબ્રેરી બનાવવા ફાળવાયેલી જગ્યા પર મૃત પશુઓના શરીર અને કચરો ફેંકાતાં માથું ફાટી જાય એવી ગંદકી ફેલાયી.

Share to




ડેડીયાપાડા ખાતે વર્ષોથી વિદ્યાર્થીઓની માંગણીને ધ્યાને લઇ એક સરકારી લાઈબ્રેરી બનાવવા માટે 3 કરોડ 50 લાખની ગ્રાન્ટ ફાળવાઈ છે. જેના માટે ડેડીયાપાડા થી પાનસર જતા રોડ પર સરકારી વિનિયન કોલેજ પાસે જગ્યા ફાળવી મોર્ડન કક્ષાની લાઈબ્રેરી બનાવવામાં આવશે. જે જગ્યાએ લાઈબ્રેરી બનવાની છે તે જગ્યા પર કેટલાક ઈસમો દ્વારા મૃત પશુઓના શરીર, કાપેલા પશુઓના હાડકા તેમજ અન્ય કચરો ત્યાં ફેંકાતાં અત્યંત સુગ પમાડે એવી અને ત્યાંથી પસાર થતા લોકો તેમજ સરકારી વિનિયન કોલેજમાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓનું માથું ફાટી જાય એવું દુર્ગંધ આવે છે. ડેડીયાપાડા થી પાનસર રોડ પર કોલેજ જવાના બે કિલોમીટર ના રસ્તાની બાજુમાં કચરો ફેંકાતાં ખુબજ ગંદકી જોવા મળી રહી છે. પશુઓના હાડકાં, પીંછા, પશુઓનો મળ વગેરે અહીં જ ઠલવાતા રસ્તા પરથી પસાર થનાર રાહદારીઓને ખૂબ જ દુર્ગંધનો સામનો કરવો પડે છે જેના કારણે વિદ્યાર્થીઓમાં રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ વ્યક્ત કરી છે. કોલેજ જતા વિદ્યાર્થીઓ આ રસ્તે પગપાળા જતા હોવાથી અહીં કચરો ફેંકવામાં ન આવે તેવી માંગ ઉઠી છે. કોલેજ સતાધીશો અને વિદ્યાર્થીઓ દ્વારા અનેક વાર રજૂઆતો કરવા છતાં આ સમસ્યા ત્યાં ની ત્યાં જ છે. આ એ જ જગ્યા છે જ્યાં તાલુકા કક્ષાની લાઈબ્રેરી બનાવવામાં આવનાર છે. ત્યારે શુ આવા ગંદકી વાળા ખરાબ વાતાવરણમાં લાઈબ્રેરીમાં બેસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે ? શુ આ સમસ્યાનું કાયમી નિરાકારણ કરવામાં આવશે ?

દિનેશ વસાવા
દૂરદર્શી ન્યૂઝ
ડેડીયાપાડા


Share to