November 21, 2024

નેત્રંગ તાલુકા ના રાજપૂત યુવાને ૧૧ મિનિટ તલવાર બાજી કરી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ્ લંડન” માં સ્થાન મેળવ્યું.

Share to




નેત્રંગ તાલુકા નાનકડા ગામ દતનગર નો યુવાન ભાર્ગવ સિંહ પ્રાકડા એ જામનગર નાં ભાચમોરી ખાતે પાચ હજાર રાજપૂત યુવાનોના સાથે તલવાર બાજી કરી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ્ લંડન” માં સ્થાન મેળવ્યું જામનગર નાં ધ્રોલ ભૂચરમોરી ખાતે ૩૧ માં ભૂચરમોરી શહીદ શ્રધ્ધાંજલિ સમારોહમાં ૫૦૦૦ રાજપૂત યુવાઓએ સવારે ૧૦ વાગ્યાથી ૧૧ મિનિટ સુધી તલવારબાજી કરી “વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ્ લંડન” માં સ્થાન મેળવવા બદલ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મેનેજિંગ ટ્રસ્ટી ડો.જયેન્દ્રસિંહ જાડેજાને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડની નરિક્ષણ ટીમના અશ્વિન ત્રિવેદી દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું. ત્યારે નેત્રંગ તાલુકા ના દતનગર ગામ નો યુવાન ભાર્ગવ સિંહ પ્રાકડા એ પણ આ તલવાર બાજી માં ભાગ લીધો હતો અને વલ્ડ રેકોર્ડ પોતાના નામ કર્યો હતો ત્યારે પોતાના પરિવાર સહિત તાલુકા ભર નાં રાજપૂત સમાજ માં ખુશી ની લાગણી પ્રસરી હતી,

*દૂરદર્શી ન્યૂઝ વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed