રાજપીપલા,બુધવાર :- ગુજરાતના માહિતી ખાતાએ વાર્ષિક પરંપરા અનુસાર જાણકારીના ભંડાર જેવા દળદાર ગુજરાત રોજગાર સમાચારના “કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક –૨૦૨૧” નું પ્રકાશન કર્યું છે. આ વિશેષાંકમાં વિવિધ વિષયોના તજજ્ઞોના દશમા અને બારમા ધોરણ પછીના શૈક્ષણિક અભ્યાસક્રમો અને તાલીમોની સગવડો, પ્રોફેશનલ કોર્સિસ અને સંસ્થાઓ સહિતની ઉપયોગી માહિતી આપતા લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે. માત્ર રૂ|.૨૦/- ની કિંમતે આ વિશેષાંક જિલ્લા માહિતી કચેરી, જિલ્લા સેવા સદનના ભોંય તળિયે, રાજપીપલા, જિ.નર્મદા ખાતેથી કામકાજના દિવસોમાં કચેરી સમય દરમિયાન વેચાણથી મળી રહેશે, જેની જાહેર જનતાને નોંધ લેવા જણાવાયું છે.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.