November 21, 2024

બોડેલી ગ્રામ પંચાયતની પાણી સપ્લાય કરતી મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાતા છેલ્લા પાંચેક દિવસથી નગરમાં પાણી આવતું નથી. પરિણામે ટેન્કર મારફતે પાણી પહોંચાડવા માં આવી રહ્યું છે

Share to



સપ્તાહ પહેલા ભારે વરસાદમાં ભારે પુર માં વારિગૃહની મુખ્ય લાઈનની પાઈપ પાણીમાં તણાઈ ગઈ અને મોટું ભંગાણ સર્જાયું હતું. જેથી સમગ્ર બોડેલી નગરમાં પાણી પહોંચાડવા માટેની કામગીરી ખોરંભે પડી હતી.

બોડેલીમાં કુલ ચાર ટાંકીઓ છે. તેમાંથી ત્રણ કાર્યરત કરાઈ છે અને ફાટક બહાર નો વિસ્તાર ગણાતો ગરબી ચોક, દિવાન ફળિયું, શીરોલા કમ્પાઉન્ડ, માર્કેટ રોડ,, રેલવે સ્ટેશન પાછળનો વિસ્તાર વિગેરેમાં છેલ્લા પાંચેક દિવસથી પાણી આવતું નથી.

બોડેલીની સોસાયટી વિસ્તાર અને બજાર માં પણ ઓછું પાણી આવી રહ્યું છે. ત્યાં ટેન્કર દ્વારા પાણી આપવાનું કામ થઈ રહ્યું છે,પણ સમયે પહોંચી વળાતું નથી.ભંગાણ થયેલી લાઈનની કામગીરી ચાલી રહી છે. આજકાલમાં પાણી ચાલુ થઈ જશે તેમ સરપંચ જણાવ્યું હતું.


ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to