બોડેલી તાલુકામાં પુર અસરગ્રસ્ત ગામોમાં ઘર વિહોણા બનેલા પરિવારોને સહાયનો ધોધ વહી રહ્યો છે. બોડેલી આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા સૌથી વધુ નુકશાન થયેલા ચાર ગામો પાણેજ, ચુંધેલી, છછાદરા અને રાજબોડેલી ગામમાં 500 જેટલી ખાદ્ય સામગ્રીની કીટોનુ વિતરણ કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
શ્રી શ્રી રવિ શંકર મહારાજની પ્રેરણાથી બોડેલી આર્ટ ઓફ લિવિંગ પરિવારે બોડેલીમાં આવેલા વરસાદી પુરના બીજા જ દિવસે લોકોને સહાય આપવા માટેનુ આયોજન હાથ ધર્યું અને બે જ દિવસમાં દસ કિલો વજનની 500 જેટલી કીટ તૈયાર કરી હતી. જેમાં અનેક દાતાઓએ સહાય આપી હતી.
આર્ટ ઓફ લિવિંગ પરિવારના રસિક ભાઈ, બિરેન ભાઈ, સાધ્વી સેજલ જી, કોસિન્દ્રાંના નિમેષ ભાઈ, જયદીપ ભાઈ વિગેરે સાથે વાહન મારફતે બોડેલી તાલુકાના ચારેય ગામો ચૂંધેલી, પાણેજ, રાજ બોડેલી, છછાદરા ગામોમાં ઘર વિહોણા બનેલા અને પુરથી અસર પામેલા 500 જેટલા પરિવારોને ગામ માં જઈને ખાદ્ય સામગ્રી ની કીટ આપી હતી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો