November 21, 2024

અશોક સ્તંભની ડિઝાઈન સાથે છેડછાડ કરવામાં આવી તેવા વિવાદ વચ્ચે કાયદો જાઈએ

Share to


(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૧૩
દેશના નવા સંસદ ભવનની છત પર જ્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશાળ અશોક સ્તંભનું અનાવણર કર્યું છે ત્યારથી તેના પર વિવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. આરોપ લાગી રહ્યા છે કે અશોક સ્તંભની ડિઝાઈન સાથે છેડછાડ કરવામાં આવી છે. શિલ્પકારો ચોક્કસપણે આ દાવાઓને નકારી રહ્યા છે, પરંતુ વિપક્ષ સતત હુમલો કરી રહ્યું છે. આવી સ્થિતિમાં આ સમગ્ર વિવાદ પર કાયદો શું કહે છે તે સમજવું જરૂરી બની જાય છે. શું ખરેખરમાં ભારત સરકાર રાષ્ટ્રીય પ્રતિકોમાં ફેરપાર કરી શકે છે? હવે આ વિવાદનો જવાબ ભારતીય રાષ્ટ્રીય ચિન્હ (દુરુપયોગ નિવારણ) એક્ટ ૨૦૦૫ સાથે જાેડાયેલો છે. બાદમાં જ્યારે આ કાયદાને ૨૦૦૭ માં અપડેટ કરવામાં આવ્યો હતો. એક્ટમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે ભારતના રાષ્ટ્રીય પ્રતીકને સત્તાવાર સીલ તરીકે ઉપયોગ કરવા માટે અનુસૂચિમાં ઉલ્લેખિત કરવામાં આવ્યું છે. એક્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતનું જે રાષ્ટ્રીય પ્રતીક છે તે સારનાથના ન્ર્ૈહ ઝ્રટ્ઠॅૈંટ્ઠઙ્મ ર્ક છર્જાટ્ઠ થી પ્રેરણા લે છે. એક્ટના સેક્શન ૬(૨)(ક) માં આ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સરકાર રાષ્ટ્રીય પ્રતીકોની ડિઝાઈનમાં ફરેફાર કરી શકે છે. સેક્શનમાં કહેવામાં આવ્યું છે કે જરૂરિયાત પડવા પર કેન્દ્ર સરકાર પાસે દરેક તે પરિવર્તન કરવાનો પાવર છે જેને તેઓ જરૂરી સમજે છે. તેમાં રાષ્ટ્રીય પ્રતીકોની ડિઝાઈનમાં ફેરફારની વાત પણ સામેલ છે. જાેકે, કાયદા હેઠળ માત્ર ડિઝાઈન ફેરફાર કરી શકાય છે, સમગ્ર રાષ્ટ્રીય પ્રતીકને ક્યારે બદલી શકાતું નથી.


Share to