(ડી.એન.એસ)અમદાવાદ,તા.૧૩
ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના સહકારથી સ્ટેટ સાઇબર ક્રાઇમ સેલ દ્વારા અમદાવાદ ચિફ મેટ્રો પોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં કુલ ૪૭૫ અરજીઓ કરવામાં આવી હતી, જેમાં કોર્ટે સાઇબર ક્રાઇમનો ભોગ બનેલા લોકોમાટે લોક અદાલત યોજી બેન્કોને પૈસા ચુકવવા હુકમ કર્યો હતો.સાઈબર ફ્રોડના ભોગ બનેલા ૪૭૫ લોકોના સ્ટેટ સાઇબર ક્રાઈમ પોલીસે ૭૬ લાખ રૂપિયા પરત અપાવ્યા છે, જ્યારે ૫૮ કરોડથી વધુ રકમ બ્લોક કરી છે. ઓનલાઇન સાઇબર ફ્રોડમાં ગુમાવેલા નાણાં બ્લોક કરાવવામાં ગુજરાત ભારતમાં પ્રથમ ક્રમે છે. સીઆઇડી ક્રાઇમ હેલ્પલાઇન ૧૯૩૦ તેમ જ રાજ્ય સરકાર દ્વારા ચાલું કરાયેલા સાઇબર આશ્વસ્ત પ્રોજેક્ટ હેઠળ સીઆઈડી ક્રાઇમને કામગીરી સોંપવામાં આવી છે. જેમાં ૫૦ કર્મચારીઓ લોકોના નાણાં પરત અપાવવા તેમ જ નાણાં બ્લોક કરવાની કામગીરી કરી રહ્યા છે. સાઇબર ક્રાઇમનો ભોગ બનેલ વ્યક્તિ જ્યારે પોલીસ ફરિયાદ નોંધાવે છે, ત્યારે તેના નાણાં એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી સાઈબર માફિયાઓ પૈસા ઉપાડી લેતા હોય છે. આ તબક્કે આરોપીઓને પકડવા મુશ્કેલ હોય છે, જાે કે સાઇબર આશ્વસ્ત પ્રોજેક્ટ અંતર્ગત ઓનલાઇન ચુકવણીની રકમ બ્લોક કરવામાં પોલીસને સફળતા મળી રહી છે. સીઆઈડી ક્રાઇમે આવા ૪૭૫ નાગરિકોને ૭૬ લાખની રકમ પરત અપાવી છે અને ભોગ બનનારના કુલ ૫૮ કરોડથી વધુ પૈસા બ્લોક કરવામાં આવ્યા છે, જે સમગ્ર ભારતમાં પ્રથમ રાજ્ય હોવાનું સીઆઇડીના સૂત્રોએ જણાવ્યું હતું.
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો