November 21, 2024

પી.એમ. કેર ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ જિલ્લાના પાંચ લાભાર્થી બાળકોને કલેકટર શ્રી તુષાર સુમેરાનાં હસ્તે કીટનું વિતરણ કરાયું

Share to




કોરોના મહામારી દરિમ્યાન માતા,પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકો માટે માન.પ્રધાન મંત્રી શ્રી દ્વારા “PM care for Children” સ્કીમનો ઓનલાઈન કાર્યક્રમ યોજાયો હતો જે અન્વયે કલેક્ટર શ્રી તુષાર સુમેરા ઉપરાંત આ કાર્યક્રમમાં ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન શ્રી ચંન્દ્રકાંતભાઈ જંબુસરિયા,સભ્ય શ્રી જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના સભ્યો શ્રીમતી મધુબાલા સિંગ તથા શ્રી નરેન્દ્રભાઇ પટેલ, સભ્ય શ્રી ચાઈલ્ડ વેલ્ફર કમિટીનાં સભ્યો શ્રીમતી ભારતીબેન પટેલ તથા શ્રીમતિ નયનાબેન વકીલ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં જિલ્લા કક્ષાએ જિલ્લા કલેક્ટર શ્રી ની કચેરીના સભાખંડમાં વર્ચ્યુઅલ માધ્યમથી ઓનલાઈન “PM care for Children” કાર્યક્રમમાં જોડાયા હતા ભરૂચ જિલ્લાના પાંચ લાભાર્થી બાળકો પણ ઉપસ્થિત રહ્યા હતા
પી.એમ.કૅર ફોર ચિલ્ડ્રન યોજનાની કુલ 5 અરજીઓ પૈકી ધ્રુવ વસાવા વાલીયા, ઉત્સવ શાહ ભરૂચ, હિમાની કટારીયા ખર્ચી બોરિદ્રા, સુહાની પરમાર ભરૂચ, પાર્થ હિતેશ કુમાર પરમાર ભરૂચ ને યોજનાં અંતર્ગત લાભો સરકાર વતી મળવા પાત્ર બન્યા હતા આ 5 બાળકોને આ યોજના અંતર્ગત એફ.ડી નો લાભ મળશે
વધુમાં આ 5બાળકોને કેન્દ્ર સરકારની “સ્પોન્સરશીપ યોજના” અંતર્ગત પ્રતિમાસ રૂ. 2000/-ની આર્થિક સહાયનો લાભ તથા રાજ્ય સરકારની “મુખ્યમંત્રી બાળ સેવા યોજના” અંતર્ગત (21 વર્ષ સુધી) પ્રતિમાસ રૂ.4000/-ની આર્થિક સહાય આપવામાં આવી રહી છે આ તમામ બાળકોનું જિલ્લા વહીટીતંત્ર તરફથી કાઉન્સેલિંગ પણ કરવામાં આવી રહ્યું છે


Share to