કે.એલ.ગળચર પોલીસ સબ ઇન્સ્પેકટર સાગબારા પોલીસ સ્ટેશન તેમજ પોલીસ સ્ટાફના માણસો સાથે સાગબારા પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એક સફેદ કલરની મારૂતિ સ્વીફટ ડીઝાયર ગાડી નંબર-GJ- 17 – AP-6201 ના ચાલકે ધનશેરા ચેક પોસ્ટ ખાતેથી વાહન ચેકીંગ કરતા પોલીસ સ્ટાફના માણસો ને જોઇ તેની ગાડી સાગબારા તરફ પુર ઝપડે હંકારી નાસી જતા જેને રોકવા માટે પોલીસ સ્ટાફના માણસોએ સાગબારા પોલીસ સ્ટેશન સામે હાઇવે રોડ ઉપર બેરીકેટ ઉભા કરી તથા રાહદારી વાહનો રોકી રોડ બ્લોક કરતા આ ગાડીનો ચાલક તેની ગાડી દૂરથી મુકી નાસી ગયેલ. જેમાંથી રોયલ બ્લ્યુ માલ્ટ વ્હીસ્કીની પેટીઓ નંગ-28 કુલ ક્વાટરીયા નંગ-1344 કુલ કિ.રૂા.1,34,400 /-નો પ્રોહી મુદ્દામાલ મળી આવતા કબ્જે કરી સદર ગાડીની નંબર પ્લેટ ઉપર આગળના ભાગે GJ 17 AH 6201 તથા પાછળના ભાગે GJ 04 – AP-1123 લખેલ નખર પ્લેટ મળી આવેલ. જેથી મારુતિ સ્વીટ ડીઝાયર ગાડી-1.કિ.રૂા.3,00,000 /-તથા કુલ કિમત રૂપિયા 1,34,400 /-નો પ્રોહી મુદ્દામાલ મળી કુલ્લે કિમત રૂપિયા 4,34,400 /-નો મુદ્દામાલ કબ્જે કરી વાહન છોડી નાસી જનાર ઇસમ તથા વાહનના કબ્જેદાર વિરૂધ્ધ સાગબારા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.