November 21, 2024

પોલીટેક્નિક કૃષિ ઇજનેરી ડેડીયાપાડા ખાતે Glimpse of Agricultural Engineering નામની બૂક નું અનાવરણ કરવામાં આવ્યું.

Share to





કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય તેમજ પોલીટેક્નિક કૃષિ ઇજનેરી મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી, ડેડીયાપાડા ખાતે તા. 06 મે 2022 ના રોજ કલરવ-2022 નો ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ડિગ્રી તેમજ ડિપ્લોમા બંને કોર્સનાં વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી નીવડે તેવી Glimpse of Agricultural Engineering નામની બૂકનું અનાવરણ નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. ઝેડ. પી. પટેલ, આચાર્ય ડો. એસ. એચ. સેંગર, આમંત્રિત મહેમાનો તેમજ આ બૂકના એડિટર્સ ડો. હિતેશ સંચાવત, ડો. અરુણ લક્કડ અને ઇજ. સત્યનારાયણ સિંઘના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ બૂક દેશની વિવિધ 8 રાજ્ય કૃષિ યુનિવર્સિટી, 1 ક્રેન્દ્રીય કૃષિ યુનિવર્સિટી તેમજ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એગ્રીકલ્ચરલ એન્જીનીયરિંગ,ભોપાલના લગભગ 45થી વધુ વિવિધ ક્ષેત્રમાં નિષ્ણાંતો દ્વારા તૈયાર કરવામાં આવી છે. જે કૃષિ ઇજનેરીને લગતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર દેશના તમામ વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી સાબિત થશે.


Share to