November 22, 2024

નેત્રંગની સગીરાને અપરહણ કરનાર દિલ્લીથી ઝડપાયોસગીરાને મુક્ત કરાવી પરીવારને સોંપતા મોટી સફળતા મળીલગ્નની લાલચ આપી નેત્રંગથી મુંબઇ અને દિલ્લી લઇ ગયો હતો

Share to



તા.૦૭-૦૫-૨૦૨૨ નેત્રંગ

નેત્રંગની સગીરાને અપરહણ કરનાર દિલ્લીથી ઝડપાતા જેલભેગો કરી દેવામાં આવ્યો હતો.

નેત્રંગના જીનબજાર વિસ્તારમાં રહેતા એક પરીવારની સગીરાને પ્રદિપ રામમિલન પાંડેએ (રહે.કલ્યાણપુરી દિલ્લી) લગ્નની લાલચ આપી પટાવી-ફોસલાવીને અપહરણ કરી ફરાર થઇ ગયો હતો.બનાવની જાણ સગીરાના માતા-પિતાને થતાં નેત્રંગ પો.સ્ટેશનમાં ફરીયાદ કરતાં મામલો ગરમાયો હતો.

નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ એન.જી પાંચાણી અને સીપીઆઇ બી.એમ રાઠવાએ હ્યુમન ઇન્ટેલીજંન અને ટેકનીકલ સવઁલન્સના આધારે તપાસ કરતા નેત્રંગથી સગીરાનું અપહરણ કરીને મુંબઇ અને દિલ્લીમાં અલગ-અલગ સ્થળે નાસતો ફરતો હતો.જેમાં દિલ્લીના ભજનપુરા વિસ્તારમાં સગીરા અને તેનું અપહરણ કરનાર ઇસમ કોઇક જગ્યાએ રહે છે તેવું જાણવા મળ્યું હતું.નેત્રંગ પોલીસની એક ટીમ તાત્કાલીક રાતોરાત દિલ્લી રવાના થઇ હતી.ત્યાંથી બાતમી આધારે સગીરા અને અપહરણ કરનાર ઇસમ રંગેહાથે પકડાતા દિલ્લીથી નેત્રંગ પો.સ્ટેશન લાવવામાં આવ્યા હતા.પોલીસતંત્રે અપહરણ કરનાર ઇસમ વિરૂધ્ધ ગુનો નોંધી જેલભેગો કરી દેવામાં આવ્યો હતો.


*દુરદર્શી ન્યૂઝ વિજય વસાવા નેત્રંગ*


Share to