* વાવણી લાયક વરસાદ થતાં સોયાબીનનું વાવેતર કયુૅ,વરસાદ નહીં થાય તો વાવેતર નિષ્ફળ જવાની શક્યતાઓ,
તા.૦૬-૦૭-૨૦૨૧ નેત્રંગ,
ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં જુન માસના પ્રારંભની સાથે આકાશમાં ઘેરા વાદળો દેખાતા ગમે ત્યારે મેઘરાજા વાજતેગાજતે પધરામણી કરશે તેવું લાગી રહ્યું હતું.થોડાક દિવસો પહેલા સમગ્ર
વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડુતોએ હોંશેહોંશે ખેતર ખેડી રૂપિયા ૧૪,૦૦૦ ક્વિન્ટલના ભાવનું સોયાબીનનું વાવેતર કરી દીધું હતું.ત્યારબાદ મેધરાજા રાબેતામુજબ જ વરસસે તેવી જણાઇ રહ્યું હતું.પરંતુ કમનસીબે મેધરાજા હાથતાળી આપતા એટલે કે જરૂરીયાતના સમયે ગાયબ થઇ જતાં ખેડુતો ચિંતાતુર બન્યા છે.હાલની પરિસ્થિતિમાં આકાશમાં ઘેરા વાદળો તો નજરે પડે છે.પરંતુ વરસાદ નહીં થવાથી
ખેતરમાં કરેલ સોયાબીનનું વાવેતર નિષ્ફળ જવાની ભીતી જણાઇ રહી છે.આગામી ટુંક સમયમાં વરસાદ નહીં થાય તો ખેડુતોને નવેસરથી ખેતરમાં સોયાબીનનું વાવેતર કરવું પડી શકે તેમ છે.નેત્રંગ તાલુકામાં અવરનવર વાતાવરણના ફેરબદલના કારણે ધરતીપુત્રોને ભયંકર ગરમી-બફાળાના કારણે પસીને રેબઝેબ થઇ રહ્યા છે.તેવા સંજોગોમાં ખેડુતો અને ધરતીપુત્રો મેધરાજાને આજીજી કરવા મજબુર બન્યા છે.મ,અને વહેલી તકે મેધરાજા વરસે તેવી આશા સેવાઇ રહી છે.
રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.