અંકલેશ્વરમાંથી બે એવા ચોરોને પોલીસે પકડી પાડ્યા છે જેઓ નવી બાઇક અને મોપેડ જ ચોરી કરવાનો આગ્રહ રાખતા હતા જેઓ એક બાદ એક બાઇકો ચોરી કરી એક આખો ચોરીની બાઇકોનો શો રૂમ જ ઉભો કરી દીધો હતો પોલીસે બન્ને બાઇક ચોર યુવાનને 19 બાઇક, બે મોબાઈલ મળી કુલ રૂપિયા 9 લાખના મુદ્દામાલ સાથે લોકઅપ ભેગા કરી દીધા છે
અંકલેશ્વર શહેર પોલીસે ચેકીંગ વેળા બે વાહણચોરોને ઝડપી પાડી નવી બાઇક ચોરીના 19 ગુનાઓનો ભેદ ઉકેલી કુલ રૂપિયા 9 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અંકલેશ્વર ચૌટા બજાર ખાતે પોલીસ કાફલો ચેકીંગમાં હતો સુરવાડી બ્રિજ પરથી નંબર પ્લેટ વગરની બાઇક ઉપર બે યુવાનો આવી રહ્યાં હતાં તેમને અટકાવવાનો પ્રયાસ કરતા બન્ને એ વાહન હંકારી દીધું હતું
પોલીસે પીછો કરી બન્નેને પકડી લેતા તપાસમાં બાઇક ચોરીની કબૂલાત કરી હતી રીઢા વાહન ચોર હાલ હિંગલોટ અને મૂળ અંકલેશ્વર ના નઈમ ઉર્ફે સોનુ ઇકબાલ શેખ અને મોહંમદ ઉઝેર અબ્દુલ મજીદ શેખની વધુ પૂછપરછમાં તેઓએ 19 બાઇક ચોરી હોવાની કબૂલાત કરી હતી બંને આરોપી જાહેર રોડ સાઇટ ઉપર થી નવી બાઇકોની જ ચોરી કરતા હતા શહેર પોલીસે બન્નેની ધરપકડ કરી 19 બાઇક, બે મોબાઈલ સહિત રૂપિયા 9 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.