November 22, 2024

નેત્રંગ ટાઉનના શાંતીનગર વિસ્તારમાં છેલ્લા અઠવાડિયા પીવાનું પાણી ગંદું આવતું હોવાની ફરીયાદ

Share to






નેત્રંગ ટાઉનના શાંતીનગર વિસ્તારમાં ગંદું પાણી આવતું હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી છે. ગંદા પાણીના પ્રકોપે રોગચાળો ફાડી નીકળવાની દહેસત ઉભી થઈ છે.
નેત્રંગ ટાઉનમાં સત્તાનું પરિવર્તન ભલે થયુ હોઈ પણ સમસ્યાઓએ તેમની તેમજ રહી છે. નેત્રંગના ઘણા વિસ્તારોમાં ગંદકીના પ્રશ્નો સામે આવ્યા છે પણ હવે પીવાનું પાણી પણ ગંદું આવતું હોવાનું સામે આવ્યુ છે. પાણી ગંદું હોવાથી બીજા કોઈ કામમાં આવે તેમ નથી. રોજીંદા જીવનમાં દિનચર્યા મુજબ પાણીની જરૂરિયાતને પહોંચી વળવુ અઘરું બન્યું છે. નેત્રંગ ટાઉનના શાંતી નગર વિસ્તારમાં રહેતાં રામુ વસાવાએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસથી ગંદુ પાણી આવે છે. જ્યાં પાણીમાંથી તીવ્ર વાસ પણ આવે છે. પાણી ગંદું આવતાં બીમારી ફેલાવવાનો ડર સતાવે છે. પીવાનું પાણી બહાર થી રોજ મંગાવું પોસાઈ તેમ નથી, પંચાયત વેહલી તકે સમસ્યાનું નિરાકરણ નહી લાવે તો આ ગંદું પાણી લઈ પંચાયતનો ધેરાવ કરી દેખાવ કરવો પડશે.


*સરપંચ ક્વોટ*
*સ્થળ તપાસ કરી હતી ત્યા વર્ષો જૂની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાયું છે. આખો દીવસ અડર ગ્રાઉન્ડ પાઈપ લાઈનમાં તપાસ કરાવી પરંતું ફોલ્ડ મળ્યો નથી. હવે આગળથી નવી પાઈપ લાઈન કરી આપી નવા કનેકશન આપિશું.*
*હરેન્દ્ર દેશમુખ સરપંચ નેત્રંગ*

*દુરદર્શી ન્યુઝ વિજય વસાવા નેત્રંગ*


Share to