ઈકરામ મલેક:નર્મદા
સરકારી માધ્યમિક શાળા ડુમખલ મુકામે વન બંધુ કલ્યાણ યોજના હેઠળ અમલીકરણ સંસ્થા આદિવાસી જન સેવા ટ્રસ્ટ, પલસી દ્વારા કોરોનાં જન જાગૃતિ અંગે નો કાર્યક્રમ યોજાયો હતો
જેમાં NPWF સંસ્થામાં ભરત એસ તડવી(NVG) સાથે સરકારી માધ્યમિક શાળાના આચાર્યશ્રી સાથે સ્થાનિક આરોગ્ય કર્મચારી , સ્થાનિક યુવા સામાજીક કાર્યકર કમલેશભાઇ તડવી સહિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં. શાળાકક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ રોજિંદા જીવનમાં આરોગ્ય નું જરુરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યા હતું
હાલ ચાલી રહેલી કોરોના મહામાંરી અંગે ની પૂરતી સાવચેતી સાથે સરકાર શ્રી ની ગાઈડ લાઈનઅંગે માહીતિ આપી વેક્સિન નાં ડોઝ નું માર્ગદર્શન પૂરું પાડવા માં આવ્યું હતું સાથે વિદ્યાર્થી બાળકો ને અભ્યાસ દરમ્યાન કોઇપણ જાત ની Covid 19 નાં લક્ષણ જેવાં કે માથું દુખવું, તાવ આવવો, ચામડી માં ગૂમડાં પડવા, શરદી ઉધરસ આવવી જેવી અસરો દેખાઈ તો તેના સામાન્ય રીતે નિવારણ માટે સંસયી વટી નામ ની 4 દિવસીય ગોળીઓ અને માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું હતું. અંત માં શાળા નાં શિક્ષક શ્રી હિતેશ પ્રજાપતિ સાહેબ દ્વારા આદિવાસી જન સેવા ટ્રસ્ટ, પલસી નો આભાર વ્યકત કરી વિદ્યાર્થીઓ ને અલ્પાહાર કરાવી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.
More Stories
નેત્રંગ તાલુકાના મોરીયાણા ગામે નવરંગ વિદ્યામંદિર મોરીયાણાના શાળાના નવા ભવનનું લોકાર્પણ તારીખ ૨૬/૧૨/૨૦૨૪ ના રોજ મોરીયણા ગામે માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા ર૧૭મો સરસ્વતિધામ લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો..
પ્રાંત અધિકારી રાજપીપલાએ સપાટો બોલાવ્યો, સાગમટે 4 ઓવરલોડ હાયવાને સાણસા મા લીધા
જૂનાગઢના ભેસાણ ગ્રામ પંચાયતમાં ત્રીજીવાર ગ્રામસભા બોલાવવામાં આવી હતી કોઈ ઠરાવ પાસ નથયા મામલતદાર ટીડીઓજ ગેરહાજરત રહેતા ગ્રામજનો દ્વારા ગ્રામસભાનો બહિષ્કાર