બે દિવસમાં ટેકાના ભાવે ચણાની ખરીદી ચાલુ નહી કરાય તો ખેડૂતો સાથે રાખી આંદોલનનું અલ્ટીમેટમ તંત્રમાંદોડધામવિસાવદરતા.વિસાવદર ભેસાણના જાગૃત ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ કલેકટર જૂનાગઢ સહિતનાને લેખિતમાં અલ્ટીમેટમ આપી બે દિવસમાં વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં ટેકાના ભાવે મંજુર કરવામાં આવેલા બન્ને ખરીદ કેન્દ્રો ઉપર તાત્કાલિક વ્યવસ્થા ઉભી કરી ખેડૂતો પાસેથી ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી લેખીત માંગણી કરેલી છે
ભારે આક્રોશ અને આક્રમક સ્વરૂપે આજે ચણાની ખરીદીના સંદભૅમાં વિસાવદર ભેસાણના ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયાએ ખેડૂતોના પ્રશ્ને જુનાગઢ કલેકટરને લેખિતમાં જણાવેલ છે દરેક તાલુકામાં સરકારશ્રીના નિયમ મુજબ ટેકાના ભાવે ચણાની ખરીદી ચાલુ છે.જયારે વિસાવદર તાલુકામાં બે જ કેન્દ્રો ફાળવવામાં આવેલ છે આ કામગીરી માર્કેટિંગ યાર્ડમાં તાત્કાલિક ચાલુ કરવા માગણી કરવામાં આવેલ છે આમ ખેડૂતોના પ્રશ્ને સતત લડાઈ કરતા ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયાએ ખેડૂતોના કોઇપણ પ્રશ્ને ખેડુતો સાથે કાયમી હોય છે અને રહેશે તેમ એક અખબારી યાદીમાં જણાવ્યું છે
મહેશ કાથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ
D, n, s, news
Khabar Ek dum Sachi
More Stories
ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમોને ઘરે વીજ કનેક્શનની ચકાસણી
જુનાગઢ ખમધ્રોલ ગામના લીસ્ટેડ બુલેટગેર હિરેન કારિયાના ગેર કાયદેસર કારખાનાના બાંધકામ ઉપર પોલીસે બુલડોઝર ફેરવ્યું
ઝઘડિયા તાલુકાના કરાડ ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી સળગી ગયેલ હાલતમાં માનવ કંકાલ મળતા ચકચાર