નેત્રંગ. તા.૧૨-૦૩-૨૦૨૨.
હોળી પવઁ ના ઉત્સવ ને માંદ પાંચ દિવસ નો સમય ગાળો બાકી રહ્યો છે. ત્યારે નેત્રંગ તાલુકા ના ગ્રામ્ય વિસ્તારો મા અનેરો ઉત્સાહ અને આનંદ થી તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે.
તો બીજી તરફ નેત્રંગ નગર મા હોળી પવઁ ને લઇ તા.૧૫ મી માર્ચ ના રોજ મંગળવારી હાટ બજાર મા ગામે ગામ થી ખરીદી માટે માનવ મહેરામણ ઉમટી પડશે જેને લઇ ને બજારો મા ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવો જરૂરી. નેત્રંગ તાલુકાનો ગ્રામ્ય વિસ્તાર ૧૦૦ % આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે.
કુલ ૭૮ ગામ છે. પૂર્વ પટીમાં હોળીનાં તહેવારનુ ધણું મહત્વ હોઇ તમામ આદિવાસી સમાજ નો મુખ્ય તહેવાર હોળી હોઇ જેને લઇ ને દેશના તેમજ રાજયના ખુણે ખાંચણે કામ ધંધા અથેઁ ગયેલાં આદિવાસી લોકો માદરે વતન આવીને આ તહેવાર ની ઉજવણી કરતા હોઇ છે. સતત પાંચ દિવસ સુધી ચાલનારો આ તહેવારને લઇ ને તાલુકા ના ગ્રામ્ય વિસતારો માં બાળકોથી લઇ ને મોટાઓ સુધી તેમજ વૃદધોમાં પણ અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
તહેવાર ને અનુલક્ષી ને આદિવાસી પ્રજા તમામ પ્રકારની ચીજવસ્તુઓ માટે નેત્રંગ નગરના બજારોમાં ખાસ કરીને તા.૧૫ મી માર્ચ ને મંગળવારી હાટ બજારના દિવસે થી ઉમટી પડશે
આ તહેવાર મા ખજુર, કોપરા, ધઉની સેવ ખાવાનુ મહત્વ હોવાને લઇ ને તેની ખરીદી વધુ પ્રમાણ માં થશે. સાથે સાથે નવા કપડા તેમાં સોનાચાંદીની ખરીદી પણ આ તહેવાર દરમિયાન પણ થતી હોવાથી નગરના બજારો માં ભારે ધસારો ગ્રાહકોનો મંગળવાર થી જોવા મળશે.
ગામે ગામ હોળી ચકલાઓ એ સાફ સફાઇ અભિયાન ચાલી રહ્યુ છે. હોળી પ્રગટાવવા માટે લાકડાઓ એકત્ર કરવામા આવી રહ્યા છે.
*દુરદર્શી ન્યુઝ વિજય વસાવા નેત્રંગ*
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો