November 22, 2024

ખાનગી વાહન ચાલકો ની લુંટ થી બચાવવા.ભરૂચ નમઁદા જીલ્લા માં હોળી પવેઁ વધારાની બસો દોડાવવા માગ.રાજયના પુવઁ પટીના વિસ્તારોમા હોળી પવેઁ આદિવાસીઓ ના ધસારાને પહોંચી વળવા જરૂરી.

Share to



પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. તા. 12/03/2022

ભરૂચ નમઁદા જીલ્લા ની પુવ઼ પટીના આદિવાસી વિસ્તારોમાં હોળીપવઁ આદિવાસીઓ ના વતનભણી થનારા ધસારાને પહોંચી વળવા ભરૂચ એસ. ટી વિભાગને આ વિસ્તારો માટે વધુ બસો દોડાવવા માગ ઉઠી છે.

અપુરતી બસ વ્યવસ્થાને લઇ ખાનગી વાહન ચાલકો આદિવાસી મુસાફરો પાસે થી મનમાની રકમ પડાવી લે છે.

રાજયની પુવઁ પટીમા વસતા આદિવાસીઓ માટે હોળી મુખ્ય તહેવાર છે. ત્યા દિવાળીથી વધુ મહત્વના  મનાતા આ તહેવાર મા વતનમાં હાજરી આપવા રાજયના ખૂણે ખુણેથી આદિવાસીઓ વતન ભણી ધસી રહ્યા છે.

વાલીયા, નેત્રંગ, ડેડીયાપાડા, સાગબારા, સેલંબા વિગેરે વિસ્તાર ના વતની આદિવાસીઓ રાજય ના વિવિધ શહેરોમાં મજુરી અથેઁ હિજરત કરી જાય છે. તેઓ તમામ પત્ની બાળકો સાથે આ તહેવાર ની કુટુંબ સાથે ઉજવણી કરવા વતન પાછા ફરતા હોય છે. તેમને ભરૂચ નમઁદા ના પટામા જવા માટે અંકલેશ્વર થઇ ને જવુ પડે છે. ભરૂચ એસ. ટી વિભાગ સામાન્ય દિવસોમા આ પટામા ઓછી બસો દોડાવે છે. પણ હોળી પવેઁ પુરતી ગણતરી રાખી જોઈએ  એ રીતે બસો દોડાવાવ એવી જનતા ની માગ ઉઠી છે.
બસો ઓછી હોવાને લઇ ખાનગી વાહન ચાલકોને ધી કેળા થઇ  પડે છે.  રૂપિયા ૩૦ ના સામાન્ય ભાડા સામે રૂપિયા ૧૦૦ નુ પતી પડાવી લેવું એતો અહી સામાન્ય વાત છે. 
ઉનાળામાં ગુજરાત ના કેન્દ્રો માંથી સૌરાષ્ટ્ર માટે જે રીતે વધારાની બસો દોડાવાય છે. તેમ હોળી પવેઁ આદિવાસી પટા માટે વધારાની બસો દોડાવવા આદિવાસી જનતાની માંગ ઉઠી છે.
રિપોર્ટર  -: વિજય વસાવા નેત્રંગ.


Share to