💫 _*જૂનાગઢ રેન્જના આઈજીપી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા* તાજેતરમાં શરૂ કરવામાં આવેલ *She Team* દ્વારા મહિલાઓને મદદ કરી, સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને *”પોલીસ પ્રજાનો મિત્ર છે”* એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે…_
💫 _જૂનાગઢ શહેરના સુખનાથ વિસ્તારમાં રહેતા અને ખાનગી હોસ્પિટલમા નોકરી કરતી મહિલા સલમા (નામ બદલાવેલ છે…), પોતાના પિતા તથા આગેવાન સાથે જૂનાગઢ ડિવિઝન ના ડીવાય એસપી પ્રદીપસિંહ જાડેજાને મળી, પોતે ખાનગી હોસ્પિટલમા આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતી હોય, પોતાને પોતાના સમાજના જ એક યુવક, કે જે પણ બીજી ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતો હોય, તેની સાથે પ્રેમ થઇ જતાં, પોતાની રાજીખુશીથી રીલેશનશીપ રાખેલ હતી. પરંતુ એકાદ વર્ષ પછી પોતાને ખ્યાલ આવેલ કે, આ યુવકને પોતાના સિવાય બીજી યુવતીઓ સાથે પણ સંબંધો છે. જેથી, પોતે એ યુવક સાથે સંબંધ કાપી નાખતા, યુવકને ગમ્યું ના હોય, અવાર નવાર પોતે નોકરી જતી વખતે રસ્તો રોકી, જબરજસ્તી કરવાં લાગે છે અને પોતાના અગાઉ સંબંધ હોઈ, પોતાની પાસે અંગત પળો ના ફોટા હોય, વાઇરલ કરી, સમાજમાં બદનામ કરવાની સતત ધમકી આપતા હોય, પોતાની સમાજમાં આબરૂ અને નોકરી જવાનો ભય લાગતા, ગળગળા થઈને પિતા સાથે રજૂઆત કરવામાં આવેલ હતી…_
💫 _જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના e ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એમ.વાઢેર, પીએસઆઇ એ.કે. પરમાર, સ્ટાફના હે.કો. માલદેભાઇ, રવિરજસિંહ, પો.કો. પ્રવીણભાઈ, સંજયભાઈ તેમજ *She Team* ના મહિલા e. એએસઆઈ જ્યોતિબેન, હે.કો. ગીતાબેન, સહિતની ટીમ દ્વારા અરજદારની રજુઆત આધારે સામાવાળાને શોધી કાઢી, બંને મોબાઈલ ચેક કરી, ગુન્હો નોંધવા કાર્યવાહી કરવા પોલીસની ભાષામાં સમજાવતા, સામાવાળા યુવક અને તેના સંબંધીઓ બને મોબાઈલમાંથી વાંધાજનક ફોટા મોબાઈલ ફોર્મેટ મારી, કઢાવી દીધા હતા. ઉપરાંત, *હવે પછી કોઈ દિવસ આ બાબતે તેને નહીં બોલાવવા કે હેરાન નહિ કરવા ખાતરી* આપતા, *હોસ્પિટલમાં નોકરી કરતા અરજદાર કર્મચારી તથા કુટુંબીજનો દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત* કર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પણ *પોતાની ફરજ ગણાવી, અરજદારને હવે પછી તકેદારી તથા સાવચેતી રાખવા વિનંતી* પણ કરવામાં આવેલ હતી. *અરજદારને પોલીસનો આવો અનોખો અનુભવ અને પોતાના જિંદગીના દુઃખના સમયે મદદ મળતા, ખૂબ જ આનંદિત થઈ, અરજદાર દ્વારા આનંદ વ્યક્ત કરી, રૂબરૂ મળી, જો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ ના હોત તો, પોતાની જિંદગી બગડી જાત, એવી લાગણી વ્યક્ત કરી, કામ કરનાર જૂનાગઢ પોલીસ સ્ટાફનો વારંવાર આભાર વ્યક્ત કરતા હોય, એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભાવવાહી દ્રશ્યો* સર્જાયા હતા…_
💫 _જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* ની સૂચનાથી *જૂનાગઢ પોલીસની *She Team* દ્વારા અરજદાર પીડિત મહિલાને યુવકના ત્રાસમાંથી મુક્ત કરાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ* નિભાવી, *પોલીસ પ્રજાની મિત્ર છે,* એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરીવાર સાર્થક કર્યું હતું…_
મહેશ કથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ
D, n, s, news
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.