November 22, 2024

નેત્રંગ નગર મા ગાંધીબજાર-જીનબજાર ને જોડતા રસ્તા પર જીવલેણ ખાડો કોણ પુરશે .પંચાયત કે રેલ્વે ?

Share to




જૈન દેરાસર, રાધાકૃષ્ણ મંદિર, ૩ બેન્કોમા, પોસ્ટ ઓફીસમા જવુ આમ જનતા માટે જીવનુ જોખમ.
પ્રાથમિક શાળાએ, ભકત હાઇસ્કૂલ, આર. કે. વિધાલય મા ભણવા જતા આવતા બાળકો પણ હેરાનપરેશાન.

નેત્રંગ. તા. ૧૧-૦૩-૨૦૨૨.

નેત્રંગ નગર મા પાંચ છ માસ થી ગાંધીબજાર-જીનબજાર ને જોડતા રસ્તા પર ગટર ના પાણી નો ધોધ સતત એકધારો ચાલુ રહેતા જીવલેણ ખાડો રસ્તા વચ્ચે થતા નગર ની પ્રજા હેરાનપરેશાન થઇ ગઇ છે.
તો બીજી તરફ પ્રજાહિત મા તેમજ જન આરોગ્ય ની સુખાકારી ને દયાન પર લઇ ને રેલ્વે વિભાગ કે ગ્રામપંચાયત ના નવા સત્તાધિશો ત્વરીત ખાડો પુરાવવા બાબતે તેમજ ગંદકી ના ઢગલા દુર કરવા કાઇક કરશે કે કેમ તેવુ પ્રજામા ચચાઁઇ રહ્યુ છે.
નેત્રંગ નગર મા ગાંધીબજાર તેમજ જીનબજાર ને જોડતો રસ્તો વષોઁ થી રેલ્વે લઇ ને કોસ કરીને બનેલો છે. નગર ના ગાંધીબજાર તેમજ જવાહરબજાર વિસ્તાર મા વસતા લોકો આ રસ્તે થી દેવ દશઁન માટે જૈન દેરાસર તેમજ રાધાકૃષ્ણ મંદિરે જાઇ છે. જીનબજાર વિસ્તાર મા આવેલ પોસ્ટ ઓફિસ, તેમજ ત્રણ બેન્કો મા, સસ્તા અનાજ ની દુકાનોમા  રોજ બરોજ વષોં થી લોકો આ રસ્તા નો ઉપયોગ કરે છે. બીજી તરફ પ્રાથમિક શાળાએ, ભક્ત હાઇસ્કુલ, આર. કે. વિધાલય તેમજ આદશઁ નિવાસી શાળા મા તેમજ કોલેજ મા ભણવા જતા નાના બાળકો, વિધાથીઓ પણ આજ રસ્તા પર થી રોજ દિવસ જાઇ છે.
ત્યારે આ રસ્તા પર સ્ટેશન વિસ્તાર મા રહેતા રહીશો ના ધર વપરાશ નુ ગટર નુ પાણી છેલ્લા કેટલાક માસ થી બેફામ પણે આ વિસ્તાર મા આવતુ હોવાથી ગંદકી ના ઠેરઠેર ઢગલા જામી ગયા છે. મુખ્ય રસ્તા વચ્ચે પાણી થી ભરાએલ ખાડો દિવસે દિવસે ઉડો થતા જીવલેણ બની ગયો છે.
જેને પુરવા બાબતે પંચાયત મા સતાનુ સુકાન સંભાળી ચુકેલા પુવઁ સરપંચ તેમજ હાલમા નવા ચુંટાયેલ સરપંચ તેમજ સભ્યો જણાવે છે. કે ખાડો પુરવા ની ના નથી પણ રેલ્વે ની હદ મા આ ખાડો આવતો હોવા થી પુરી શકાય તેમ નથી બહાનુ  કરી હાથ અધર કરી દઇ પોતાની જવાબદારી માથી છટકી જાઇ છે.
        ૧૯૯૪ થી બંધ પડેલ અંકલેશ્વર નેત્રંગ રેલ્વે લાઇન ને ૨૮ વર્ષ નો સમય ગાળો વિતી ગયો હોઇ. રેલ્વે વિભાગ દ્રારા કોઇ પણ જાત ની કામગીરી થતી નથી. ત્યારે પ્રજા ને પડતી તકલીફો ને દયાન પર લઇ રેલ્વે વિભાગ ના ઉચ્ચ અધિકારીઓ માનવતા ને દયાન પર લઇ ને જીવલેણ ખાડો તેમજ ગંદકી હટાવે કાતો પંચાયત ને ખાડો પુરવાની તેમજ ગંદકી દુર કરવા તાકીદ કરે તેવુ પ્રજા મા ચચાઁઇ રહ્યુ છે.


*દુરદર્શી ન્યુઝ વિજય વસાવા નેત્રંગ*


Share to