December 26, 2024

અખિલેશના આરોપો પર ચુંટણી પંચે સ્પષ્ટતા કરીઉત્તરપ્રદેશમાં મતગણતરી પહેલા ઈવીએમ પર હોબાળો શરૂ

Share to


(ડી.એન.એસ)ઉતરપ્રદેશ,તા.૦૯
યુપી વિધાનસભા ચૂંટણીની મતગણતરી પહેલા જ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનને લઈને હોબાળો શરૂ થઈ ગયો છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે આરોપ લગાવ્યો કે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન સાથે છેડછાડ કરવામાં આવી રહી છે અને વારાણસી જિલ્લા મેજિસ્ટ્રેટ સ્થાનિક ઉમેદવારોને જાણ કર્યા વિના તેને લઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશ રાજ્ય ચૂંટણી પંચે અખિલેશ યાદવના આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. અખિલેશ યાદવે આરોપ લગાવ્યો હતો કે રાજ્ય ચૂંટણી પંચના અધિકારીઓ ઈફસ્ સાથે ચેડાં કરી રહ્યાં છે અને વારાણસી જિલ્લા મેજિસ્ટ્રેટ સ્થાનિક ઉમેદવારોને જાણ કર્યા વિના લઈ જઈ રહ્યાં છે. ઝ્રઈર્ંએ એક નિવેદનમાં કહ્યું, “કેટલાક ઈફસ્ વારાણસી જિલ્લામાં વાહનમાં લઈ જવામાં આવી રહ્યાં હતાં કેટલાક રાજકીય પક્ષો દ્વારા અમારા ધ્યાન પર લાવ્યા.” તપાસ કરતાં જાણવા મળ્યું કે આ ઈવીએમ તાલીમના હેતુથી લઈ જવામાં આવી રહ્યા હતા. મુખ્ય ચૂંટણી અધિકારીએ માહિતી આપી હતી કે આ ઈફસ્ ને ૯ માર્ચ, ૨૦૨૨ ના રોજ રાજ્યની એક કોલેજમાં તાલીમ સ્થાનો પર લઈ જવામાં આવી રહ્યા હતા અને અનાજના ગોડાઉનમાં રાખવામાં આવ્યા હતા. રાજ્ય ચૂંટણી પંચના અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, આ ઈવીએમને સ્ટ્રોંગ રૂમમાં લઈ જતી વખતે, એક રાજકીય પક્ષના કેટલાક સભ્યોએ વાહનને અટકાવ્યું અને અફવા ફેલાવવાનું શરૂ કર્યું કે આ વાહનમાં મત ગણતરી માટે ઈવીએમ છે. આરોપો બાદ વારાણસી જિલ્લા મેજિસ્ટ્રેટ કૌશલ રાજ શર્માએ મંગળવારે અનેક રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. શર્માએ કહ્યું, “લગભગ ૨૦ ઈવીએમને યુપી કોલેજમાં તાલીમ માટે લઈ જવામાં આવી રહ્યા હતા. કેટલાક રાજકીય લોકોએ વાહન રોકીને અફવા ફેલાવી કે આ ઈવીએમનો ચૂંટણીમાં ઉપયોગ થયો છે. જ્યારે સ્ટ્રોંગ રૂમ અલગ છે અને ગઈકાલે પકડાયેલ આ ઈવીએમ મશીન અલગ છે. ગણતરીની ફરજ માટે નિયુક્ત કરાયેલા સ્ટાફની આ બીજી તાલીમ છે અને આ મશીનોનો ઉપયોગ હંમેશા તાલીમમાં પ્રાયોગિક તાલીમ માટે થાય છે. તેમણે કહ્યું કે ઉપરોક્ત ૨૦ ઈવીએમનો ઉપયોગ મતદાન માટે કરવામાં આવ્યો ન હતો અને તેમને તાલીમ હેતુ માટે મોકલવામાં આવ્યા હતા.


Share to

You may have missed