December 23, 2024

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ સ્થાપનાના સુવર્ણ જયતિ વર્ષ નિમિત્તે યાત્રા ધામ શુકલતીર્થમાં ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ ની ચાલતી તડામાર તૈયારીઓ. ભારતીય સંસ્કૃતિમાં ૧૬ સંસ્કારોનું મહત્વ છે તે પૈકી ગર્ભાધાન સંસ્કાર,વિદ્યારંભ સંસ્કાર,અન્નપ્રાશન સંસ્કાર,સદગુરુ ગ્રંથ સ્થાપનનું પણ આયોજન સાહિત્ય સ્ટોલ, મેડીકલ કેમ્પ, રક્તદાન કેમ્પ નું પણ આયોજન.

Share to




તા.૦૯-૦૩-૨૦૨૨ નેત્રંગ.


યાત્રા ધામ શુકલતીર્થમાં રામશીલા ચોક નજીક ડોડીયા ખડકી નાં પટાંગણમાં અખિલ વિશ્વા ગાયત્રી પરિવાર, શાંતિકુંજ નાં સ્થાપના વર્ષને ૫૦ વર્ષ પૂર્ણ થતા “સુવર્ણ જયંતિ વર્ષ” ની ઉજવણી નિમિત્તે શુકલતીર્થ-ભરૂચ ગાયત્રી પરિવારના ઉપક્રમે ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવેલ છે તે પૈકી પૂર્વ તૈયારીના ભાગરૂપે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

તા.૧૧-૩-૨૨ ને શુક્રવારે સમગ્ર ગામના મુખ્ય માર્ગ ઉપર વિવિધ ઝાંખીઓ બનાવી  યજ્ઞ સ્થળેથી બપોરના-૩ થી ૬ શોભાયાત્રા બાદ યજ્ઞ  સ્થળે યુગ સાહિત્ય દ્વારા વતમાન સમસ્યાઓનું સમાધાન વિષે યુગ સંગીત સાથે પ્રવચન,  તા. ૧૨-૩-૨૨ ને શનિવારે સવારે ૯-થી ૧૨ યજ્ઞશાળા પ્રવેશ, અને ઉદ્ઘાટન, સિવિલ હોસ્પિટલ-ભરૂચના સહયોગથી રક્તદાન કેમ્પ, અને ગાયત્રી યજ્ઞ તેમજ સદગુરુ ગ્રંથ સ્થાપન, વિવિધ સંસ્કારો  અને સાંજે : ૬ થી ૭ શાંતિકુંજ – હરિદ્વારના સંતોની ઉપસ્થિતિમાં યુગ સંગીત સાથે  દીપ યજ્ઞ યોજાશે.  

તા.૧૩-૩-૨૦૨૨ ને રવિવારે ૯-થી ૧૨ ગાયત્રી યજ્ઞ, સદગુરુ ગ્રંથ સ્થાપન, વિવિધ સંસ્કારો, યજ્ઞ પૂર્ણાહુતિ તેમજ નારાયણ હોસ્પિટલ, ભરૂચના સહયોગથી મેડીકલ કેમ્પ નું પણ આયોજન કરવામાં આવેલ છે.


*દુરદર્શી ન્યુઝ વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed