October 18, 2024

પોસ્ટ દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજનામાં સૌથી વધુ વ્યાજ અને ટેક્સમાં છુટ મળશે

Share to



(ડી.એન.એસ)મુંબઈ,તા.૦૭
જાે તમે આવનારા દિવસોમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમે પોસ્ટ ઓફિસની બચત યોજનાઓમાં રોકાણ કરી શકો છો. આ યોજનાઓમાં તમને ચોક્કસપણે સારું વળતર તો મળે જ છે. સાથે જ તેમાં રોકાણ કરાયેલા પૈસા પણ સંપૂર્ણપણે સુરક્ષિત છે. જાે બેંક ડિફોલ્ટ થાય છે, તો તમને ફક્ત ૫ લાખ રૂપિયા જ પાછા મળશે. પરંતુ પોસ્ટ ઓફિસમાં આવું નથી. આ ઉપરાંત, પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમમાં ખૂબ જ ઓછી રકમથી રોકાણ શરૂ કરી શકાય છે. સુકન્યા સમૃદ્ધિ યોજના પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં સામેલ છે. પોસ્ટ ઓફિસની સુકન્યા સમૃદ્ધિ યોજના હાલમાં વાર્ષિક ૭.૬ ટકા વ્યાજ દર ઓફર કરે છે. આ વ્યાજ દર ૧ એપ્રિલ ૨૦૨૦થી લાગુ છે. આ નાની બચત યોજનામાં વ્યાજને કંપાઉન્ડ અને કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. આ સરકારી યોજનામાં, વ્યક્તિએ નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા ૨૫૦ રૂપિયા અને વધુમાં વધુ ૧.૫ લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ પછી, તમારે ૫૦ રૂપિયાના ગુણાંકમાં જમા કરાવવું પડશે. ડિપોઝીટ એક સામટી રકમમાં કરવાની રહેશે. એક મહિનામાં અથવા નાણાકીય વર્ષમાં થાપણોની સંખ્યા પર કોઈ મર્યાદા નથી. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ, ૧૦ વર્ષથી ઓછી ઉંમરની બાળકીના નામ પર વાલી ખાતું ખોલાવી શકે છે. આ નાની બચત યોજનામાં, ભારતની કોઈપણ પોસ્ટ ઓફિસ અથવા કોઈપણ બેંકમાં બાળકીના નામે માત્ર એક જ ખાતું ખોલાવી શકાય છે. આ ખાતું પરિવારમાં વધુમાં વધુ બે દીકરીઓ માટે ખોલાવી શકાય છે. જાે જાેડિયા અથવા ત્રણ બાળકો હોય તો, બે કરતાં વધુ ખાતા ખોલી શકાય છે. આ સરકારી યોજનામાં જમા થયેલી રકમ પર આવકવેરા કાયદાની કલમ ૮૦ઝ્ર હેઠળ કપાત માટે દાવો કરી શકાય છે. પોસ્ટ ઓફિસની આ યોજનામાં, ખાતું ખોલવાની તારીખથી ૨૧ વર્ષ પછી પરિપક્વ થશે. આ સિવાય છોકરીની ઉંમર ૧૮ વર્ષની થઈ જાય પછી લગ્ન સમયે પણ તેને બંધ કરી શકાય છે. તે લગ્નની તારીખના એક મહિના પહેલા અથવા ત્રણ મહિના પહેલા કરવાનું હોય છે.


Share to

You may have missed