November 21, 2024

નેત્રંગ પંથક મા જેઠ સુદન પુનમે મેઘરાજા મહેરબાન.

Share to


દોઢ ઇચ વરસાદ ની સાથે મોસમનો કુલ વરસાદ સાત ઇચ.

પ્રતિનિધિ દ્વારા નેત્રંગ. તા. ૨૪ જુન, ૨૦૨૧.

નેત્રંગ પંથક મા જેઠ સુદ પુનમના દિવસે મેઘરાજા મહેરબાન થતા પથંક ભરમાં આનંદ ની લાગણી ફરી વળી છે.
તો બીજી તરફ હજી ઉકાળા અને બફારા થી લોકો હેરાનપરેશાન ની સાથે સાથે મસી તેમજ મરછરો ના ભારે ખમ ત્રાસ થી પ્રજા તોબા પોકરી ઉઠી છે.
નેત્રંગ ટાઉન સહિત પંથક મા ચાલુ ચોમાસા ની સિઝન દરમિયાન મેઘરાજા એ ૪ જુન ના રોજથી ધીમી ધરાએ એન્ટી કરી હતી. ત્યાર બાદ ૧૪ દિવસ ના સમયગાળામાં એક ઇચ જેટલો વરસાદ થતા ધરતીપુત્રોને માથે ચિતા ના વાદળો મંડાઇ રહયા હતા. વાવણી કરેલ બિયારણ ફેલ જવાની ભીતી સેવાઇ રહી હતી. તેવા સમયે તારીખ ૧૮ મી જુનના રોજ ધમાકેદાર એન્ટી મારતા ૩ ઇચ વરસી જતા ચારે તરફ ખુશી નો માહોલ જોવા મળી હતો. તા, ૧૯, ૨૦ જુન ના રોજ નજીવા વરસાદ બાદ તા, ૨૧ મી જુનના રોજ દોઢ ઇચ વરસાદ વરસી ગયા બાદ બે દિવસ ના વિરામ બાદ આજે ૨૪ જુન ને જેઠ સુદ પુનમને વડ સાવિત્રીવ્રત નિમિત્તે સવાર થીજ પથંક મા મેઘરાજા મહેરબાન થતા દોઢ ઇચ વરસાદ નોંધ્યો છે. જેને લઇને સવઁત્ર આનંદ લોકો મા જોવા મળી રહયો છે . વરસાદી માહોલ વચ્ચે પણ ઉકળાટ અને બફારા થી લોકો હેરાનપરેશાન થઇ રહ્યા છે. તેની સાથે સાથે મસી તેમજ મરછરો ના ભારે ખમ ત્રાસ થી પ્રજા તોબા પોકરી ઉઠી છે.
તા, ૨૪ જુન ના સાંજ ના ચાર વાગ્યા સુધીમાં મોસમનો કુલ વરસાદ ૧૭૯ એમ. એમ એટલેકે ૭ ઇચ જેટલો નોંધાયો છે.

રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ


Share to

You may have missed