November 24, 2024

મોહબી અને મોહબુડી ગામનીધોરણ ૧૨ ની વિધાથીનીઓએ નેટવકૅ ના અભાવે ટેકરા ઉપર ચઢીને ઓનલાઇન શિક્ષણ મેળવ્યું;

Share to


દેડિયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટીના ડુંગરના અંતરીયાળ વિસ્તારના ગામડાંનાઓમા આજે એકવીસમી સદીમાં પણ નેટવર્કના ધાંધિયા હોવાથી અસંખ્ય આદિવાસી વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ મેળવી શકતાં નથી. જ્યારે ગરીબ આદિવાસીઓના બાળકો પાસે મોબાઈલ પણ હોતાં નથી અને સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઇન શિક્ષણની મોટી મોટી વાતો કરે છે.

દેડિયાપાડા તાલુકાના અંતરિયાળ ડુંગર વિસ્તારોમાં આવેલાં મોહબી અને મોહબુડી ગામની વિધાર્થીનીઓ મુન્ની બેન વસાવા અને માધવી બેન વસાવા બંને નેત્રંગ તાલુકામાં કાકડકુઈ ગામે આવેલી માધવ વિધાપીઠમાં ધોરણ 12 માં અભ્યાસ કરે છે. ગામમાં ઈન્ટરનેટ ન હોવાથી અને નેટવર્કનો પ્રોબ્લેમ હોવાથી બંને વિધાથીનીઓ એક મોબાઇલ લઇને ગામના ડુંગરની
એક ટેકરી ઉપર જઇ આજે વરસાદમાં છત્રી લઈને
ઓનલાઇન શિક્ષણ મેળવ્યું હતું. દેડિયાપાડા અને સાગબારા તાલુકામાં અંતરીયાળ ડુંગર વિસ્તારમાં ઈન્ટરનેટનો અભાવઅને નટવકૅના પ્રોબ્લેમ હોવાથી અસંખ્ય આદિવાસી વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ થી વંચિત રહી જાય છે. આ બે તાલુકામાં અંતરીયાળ વિસ્તારમાં રહેતા આદિવાસીઓના વિધાર્થીઓ ઓનલાઇન શિક્ષણ મેળવી શકતાં નથી. પણ મોહબી
અને મોહબુડીની બે વિદ્યાર્થીની ઓએ કપરી પરિસ્થિતિમાં ઓનલાઇન શિક્ષણ મેળવ્યું હતું.

રિપોર્ટર: વિશાલ પટેલ, દેડીયાપાડા


Share to