November 21, 2024

રાજપીપળા પાલિકા મુખ્ય અધિકારી રાહુલ ઢોડીયાના હિટલર શાહી વલણ ઉપર પ્રા.કમિશનરનો ચાબુક: RTI હેઠળ માહિતી માંગેલ માહિતી આપવા પ્રાદેશિક કમિશનર નો હુકમ કરાયો

Share to


 જાંબુસર પાલિકા ના મુખ્ય અધિકારી તરીકે રહી ચૂકેલા રાહુલ ઢોડીયા ને માહિતી આયોગ દ્વારા અરજદાર ને સમયસર માહિતી આપવામાં કસૂર કરવા બદલ રૂ.25,000/- નો દંડ કરવામાં આવ્યો હોવા છતાં તેમની શાન ઠેકાણે આવતી હોય તેમ લાગતું નથી, સરકારના વિભાગ ના અધિકારીઓ દ્વારાજ સરકારી કાયદાઓ ને માન આપવામાં આવતું ના હોય ત્યારે દોષ કોને દેવો?


RTI હેઠળ માંગવામાં આવેલી માહિતી છુપાવવા નો પ્રયાસ કેમ કરાય છે?? શું પાલિકા નું ભ્રષ્ટચાર બહાર આવે તેમ છે?? શું પાલિકા ના સત્તાધીશો ને બીક લાગે છે કે માહિતી આપવામાં અખાડા કરવામાં આવી રહ્યા છે.


ઈકરામ મલેક:- રાજપીપળા નગરપાલિકા પર કેટલાક મુદ્દાને ધ્યાનમાં લઈ જાગૃત અર્જુનભાઇ વસાવા નામ ના નાગરીકે RTI હેઠળ માહિતી માંગી હતી પરંતુ આ માહીતી સમય મર્યાદામાં ન આપતા અજદાર અપીલ માં ગયા હતા જ્યાંથી મુખ્ય અધિકારી ને માહિતી આપવા ઉપરી કક્ષા થી સૂચના અપાઈ છે.રાજપીપળા ના જાગૃત નાગરિક અને RTI એક્ટિવિસ્ટ અર્જુનભાઇ વસાવા એ રાજપીપળા નગરપાલિકા પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના,રોડના કામ અને અન્ય બાબતની માહિતી આરટીઆઇ દ્વારા માંગી હતી પરંતુ મુખ્ય અધિકારી તરફથી કોઈ જવાબ ન મળતા અર્જુન વસાવા એ સુરત પ્રાદેશિક કમિશ્નર કચેરીમાં અપીલ કરતા ત્યાંથી મુખ્ય અધિકારી પર હુકમ કરાયો છે.


 જેમાં જણાવ્યા મુજબ તારીખ 25.10.21 ની અરજીની કોઈપણ માહિતી માહિતી અધિકારી અને ચીફ ઓફિસર,રાજપીપળા નગરપાલિકા દ્વારા આપવામાં આવી નથી જે ગંભીર બાબત છે, માટે આ હુકમ મળે 15 દિવસમાં અરજદારને માહિતી પૂરી પાડવી, અહીંયા ઉલ્લેખનીય છે કે અગાઉ જાંબુસર પાલિકા ના ચીફ ઓફિસર તરીકે ના કાર્યકાળ દરમિયાન એક અરજદારે માંગેલ માહિતી સમયસર આપવમાં કસૂર કરવા બદલ રાહુલ ઢોડીયા ને માહિતી આયોગ દ્વારા રૂ.25,000/- દંડ કરવામાં આવ્યો હતો અને સદર રકમ તેમના સ્વ ભંડોળ અથવા તેમના પગાર માંથી કાપવા નો હુકમ કરાયો હતો. આમ સરકાર ના નિયમો ને ભાજી મુળા સમજી બેઠેલા આવા બેદરકાર અધિકરીઓ ને સરકારે ઘરે બેસાડી દેવા યોગ્ય છે.


■ આ મુદ્દે અરજદાર અર્જુનભાઇ વસાવા એ જણાવ્યું કે મને ઉપરના હુકમ બાદ પણ જો યોગ્ય જવાબ નહિ મળે તો હું ચીફ ઓફિસર સામે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી કાયદેસર કાર્યવાહી કરીશ.


Share to

You may have missed