November 22, 2024

એમિટી હાઈસ્કૂલ ભરૂચનો વિધાર્થી રાષ્ટ્રીયકક્ષાનીતબલા વાદન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે ૦ ૦

Share to


ભરૂચઃબુધવારઃ- દેશના બાળકોમાં રહેલી કલા વિષયક સુસુપ્ત શકિતઓને જાગૃત કરવા તથા બાળકોને પ્રોત્સાહન મળે તે હેતુથી દર વર્ષે એન.સી.ઈ.આર.ટી. દ્વારા કલા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. કલા ઉત્સવએ ભારત સરકારની એવી પહેલ છે કે જેના ઉદ્દેશ માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીઓમાં રહેલી કલાની પ્રતિભાને ઓળખી તેને પ્રોત્સાહિત કરી શિક્ષણમાં કલાનું મહત્વ વધારવાનો છે. જેમાં એમિટી શાળાના વિદ્યાર્થીએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રાષ્ટ્રીયકક્ષા સુધી ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું.
સમગ્ર ગુજરાત તથા ભરૂચ જિલ્લા માટે ગૌરવ અપાવે તેવી ઘટના તા.૧૮/૦૧/૨૦૨૨ ના રોજ બની. જેમાં ઍમિટી શાળાના ધોરણ-૧૦ (ગુજરાતી માધ્યમ)ના વિદ્યાર્થી વશિષ્ઠ દેવેશભાઈ દવેએ કલા મહોત્સવમાં ‘વાધસંગીત – કલાસીક્લ’ સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.
વશિષ્ઠ રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય અને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધી બદલ ભરૂચ જિલ્લાનું કલા જગત અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એન. એમ. મહેતાએ વશિષ્ઠને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.


Share to