November 21, 2024

હેલિકોપ્ટર જાેય રાઈડ સેવા મંત્રી પૂર્ણશ મોદી ખુલ્લી મુકશે

Share to



(ડી.એન.એસ),નવીદિલ્હી,તા.૦૧
ગુજરાતના નાગરિકોને ઉડ્ડયનની સેવાઓ સત્વરે પુરી પાડવા રાજ્ય સરકારે સુરતમાં વેન્ચુરા એરકનેક્ટ દ્વારા સુરતથી આંતરરાજ્ય હવાઈ સેવાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેની અંદર સૌથી પહેલા સુરત પોલીસના ૧૦ જવાનો અને જીસ્ઝ્રના સફાઈ કર્મચારીઓ અને નાના વર્ગના કર્મચારીઓને સુરત દર્શન કરવામાં આવ્યું હતું. સુરત પોલીસ દ્વારા જે સારી કામગીરી કરી તેમાથી ૧૦ જવાનો અને જીસ્ઝ્ર માં સારી કામગીરી કરનાર કર્મચારીઓને હવાઈ ઉડ્ડયનનો લાભ આપવામાં આવ્યો હતો. શહેરમાં અલગ અલગ સારી કામગીરી કરી જેમાં એક એક પોલીસ જવાનનું સિલેકન્સ કરી પ્રથમ વખત આ વેન્ચુરા માં મુસાફરી કરવામાં આવી જેમાં આજે આ વેન્ચુરા સેવાનું ઉદઘાટન સાંસદ અને કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષ અને રાજયના ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આ વેન્ચુરા દ્વારા વિમાન ૯ પેસેન્જર અને ૨ પાઈલોટ સાથે ઉડાન ભરશે અને સેકટર પ્રમાણે સુરતથી ભાવનગર ૩૦ મિનિટનો સમય જ્યારે સુરતથી અમરેલી ૪૫ મિનિટમાં સુરતથી અમદાવાદ ૬૦ મિનિટમાં અને સુરતથી રાજકોટ ૬૦ મિનિટમાં સફર પૂર્ણ થશે જેમાં સમય નો પણ બચાવ થશે.સુરતમાં લોકો સાથોસાથ ઉદ્યોગો, અને પ્રવાસનને પણ મોટો લાભ થશે.રાજ્યના નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદી (૦૧ જાન્યુઆરી ૨૦૨૨) રિવરફ્રન્ટ પર વોટર એરોડ્રામ ખાતે બપોરે ૪ઃ૦૦ કલાકે જાેય રાઇડ સેવા ખુલ્લી મુકશે. અમદાવાદના રિવરફ્રન્ટ પાસે હેલિકોપ્ટર જાેયરાઇડનો પ્રારંભ થશે. આજથી દર વીકેન્ડ માટે રિવરફ્રન્ટ પર હેલિકોપ્ટર જાેયરાઇડ શરૂ કરાશે. નાગરિક ઉડ્ડયન પ્રધાન પૂર્ણેશ મોદી ૪ઃ૦૦ કલાકે જાેયરાઇડ સેવા ખુલ્લી મુકશે. દેશમાં પ્રથમવાર હેલિકોપ્ટરમાં બેસીને રિવરફ્રન્ટનો નજારો માણી શકાશે. પ્રત્યેક રાઇડ્‌સમાં પાંચ મુસાફરો મજા માણી શકશે. રિવરફ્રન્ટ હેલિપેડથી હેલિકોપ્ટર ટેક ઓફ થઇ નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી પરત ફરશે. નવ મિનિટની મુસાફરીનો ટિકિટ દર ૨૩૬૦ રૂપિયા નક્કી કરાયા છે. એક સાથે કુલ પાંચ મુસાફરો મજા માણી શકશે.


Share to

You may have missed