ભરૂચ તાલુકાના બંબુસર ગામે ચૂંટણી પહેલા જ કરુણાંંતિકા સર્જાઈ હતી છેલ્લી 4 ટર્મ થી સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવતા 54 વર્ષીય ઉસ્માન પટેલનું હૃદયરોગના હુમલા થી મૃત્યુ થતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે જોકે આજે મતગણતરીમાં મરહુમ સરપંચની પેનલના ચારેય સભ્યો વિજતા જાહેર થયા હતા જેમાંથી એક સભ્યને તો 100 % મત મળ્યા હતા પરંતુ પોતાના સરપંચના મૃત્યુને લઈ ગામમાં જીતનું જશન નહિ મનાવવાનો નિર્ણય લેવાયો છે
ભરૂચ તાલુકાનું બંબુસર ગામ 1200 ની વસતિ ધરાવે છે ગામમાં છેલ્લા 20 વર્ષ થી ચૂંટણી યોજાઈ નથી ગામ લોકો 4 ટર્મથી 54 વર્ષીય ઉસ્માનભાઈ ઈસપભાઈ પટેલને બિનહરીફ તરીકે ચૂંટતા હતાં અને ગામમાં અનેક વિકાસના કામો પણ તેઓએ કર્યા હતા
જોકે આ વખતની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અલગ સમીકરણો હતાં 20 વર્ષ પછી ગામમાં ચૂંટણીનું વાતાવરણ ઉભુ થયુ હતું સરપંચ પદના ઉમેદવાર તરીકે ઉસ્માનભાઈની સામે સઈદ સુલેમાન વલી પટેલે ઉમેદવારી નોંધાવી હતી વિકાસશીલ પેનલ માંથી ઉમેદવારી કરનાર ઉસ્માનભાઈ શુક્રવારે જુમ્માની નમાઝ અદા કરવા મસ્જીદમાં ગયા હતા નમાઝ પઢતી વખતે જ તેમને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યુ હતું ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રચાર સાંજે શાંત થવાનો હતો તે પેહલા જ સરપંચ પદના ઉમેદવારના નિધન થી ગામમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે
આજે મંગળવારે મત ગણતરીમાં મરહુમ સરપંચની પેનલના ચારેય સભ્યો વિજેતા થતા તેઓમાં ખુશીના બદલે ગમનો માહોલ હતો સભ્યોએ જીતનું જશન નહિ મનાવવાનું નક્કી કર્યું હતું ગામમાં હજી પણ 20 વર્ષ થી બિનહરીફ રહેતા સરપંચની અણધારી વિદાયને લઈ ગમનો માહોલ જોવા મળી રહ્યો છે
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો