ખરાબ રોડ-રસ્તા અને ઓવરલોડ દોડતા વાહનો ગફલતભરી રીતે વાહન હંકારતા હોવાથી અનેક વખત અકસ્માતની ઘટના બનતી હોય છે
ક્રેનની મદદથી ટ્રકને રોડની સાઈડમાં ખસેડવા માટે પ્રયત્ન શરૂ કરાયા,
સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ ના સમાચાર મળ્યા નથી
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારના સમયે ભરૂચ જિલ્લાના ઝઘડિયાથી ફૂલવાડી જતા માર્ગ ઉપર મીઠું ભરેલ ટ્રકના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક અચાનક પલ્ટી મારી હતી, રસ્તા વચ્ચે ટ્રક પલ્ટી મારતા આસપાસમાં ઉપસ્થિત લોકોમાં ભારે નાસભાગ મચી હતી.
ઘટના સ્થળે પહોંચેલ લોકોએ મામલે ક્રેનની મદદથી ટ્રકને રસ્તા ઉપરથી સાઇડ પર ખસેડી હતી, જોકે સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની ન થતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
મહત્વની બાબતે છે કે ઝઘડિયાના અંતરિયાળ વિસ્તારો ખરાબ રોડ રસ્તાના કારણે અવારનવાર આ પ્રકારે ટ્રક પલ્ટી મારવાની ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં વધુ એક ઘટના આજે પ્રકાશમાં આવી હતી, ત્યારે આ વિસ્તારમાં દોડતા ઓવરલોડ વાહનો અને ખરાબ માર્ગ પરથી પલ્ટી મારવાની ઘટનાઓ ઉપર તંત્ર કડક બની આ પ્રકારની ઘટનાઓ પર અંકુશ આવે તેવી લોક માંગ કરી રહ્યા છે…
રિપોર્ટર:-સતીશ વસાવા
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.