November 21, 2024

ટામેટાના ભાવમાં ધરખમ વધારો ઃ ૧ કિલોના રૂા.૬૦ થી ૭૦ થયો

Share to



(ડી.એન.એસ)રાજકોટ,તા.૧૩
સામાન્ય રીતે શિયાળામાં શાકભાજીના ભાવ ઓછા હોય છે પરંતુ તેમ છતાં હાલ શાકભાજીના ભાવ સતત વધી રહ્યા છે. ટામેટાંના ભાવમાં ભારે ઉછાળાએ સામાન્ય માણસનો સ્વાદ બગાડ્યો છે. દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદના કારણે ટામેટાંના ભાવ આસમાને પહોંચી ગયા છે. આપને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા દક્ષિણ ભારતમાં ભારે વરસાદને કારણે ટામેટાં પર આ સંકટ આવ્યું છે. જેના કારણે લોકોના રસોડામાંથી ટામેટાં ગાયબ થઈ ગયા છે. ભોજનનો સ્વાદ ટામેટા ના કારણે ફીકો થયો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ટમેટાના પાકને નુકસાન થતાં બીજા રાજ્યોમાંથી ટમેટાની આવક થતા ભાવ આસમાને પહોંચ્યા છે. કોઈપણ પ્રકારના શાક કે વ્યંજન બનાવી રહ્યા હોય તો તેમાં ટામેટાની ગ્રેવીની અસલ રંગત હોય છે. ત્યારે ટામેટાના ભાવ ઉચકાતા શાકમાં ટામેટાની ગ્રેવી ઉપયોગ કરવા ગૃહિણી સંકોચ અનુભવી રહી છે. હવે ટામેટાની ગ્રેવી વિના શાક આગામી દિવસોમાં ફીકા બને તો નવાઈ નહિ.રાજકોટમાં શાકભાજીના ભાવમાં પેટ્રોલ જેવો ભડકો થયો છે. હાલ ટામેટાનો ભાવ રૂ.૬૦થી ૭૦ની આસપાસ થઇ જતા જાણે મોંઘવારીએ માઝાં મુકી હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. જેને પગલે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે તો ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને ભારે હાલાકી પડી રહી છે. દેશમાં ટામેટાંના ભાવમાં જાેરદાર ઉછાળો આવ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી આ મોટો જમ્પ ચાલી રહ્યો છે. દેશના ઘણા શહેરોમાં તો ટામેટાનો ભાવ ૧૫૦ રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયા છે. હાલ રાજકોટની વાત કરીએ તો ટામેટા ૬૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહ્યા છે એ સિવાય અન્ય શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે.


Share to

You may have missed