November 22, 2024

સાંસદ મનસુખ વસાવાએ શિવજીની પૂજા કરી કોંગ્રેસ પર કટાક્ષ કર્યો

Share to



(ડી.એન.એસ)ભરૂચ,તા.૧૩
નર્મદા જિલ્લામાં શૂળપાણેસ્વર મહાદેવ મંદિરે ભરૂચ સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ, પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી સહિતના બીજેપી નેતાઓએ ગોરા શુળપાનેશ્વર મહાદેવના મંદિર ખાતે જલાઅભિષેક કરી પૂજા કરી હર્ત આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, તમામ સંપ્રદાયના લોકો રાષ્ટ્ર પ્રવાહમાં જાેડાય એ ઉદ્દેશ ભાજપ સરકારનો છે. રાહુલ ગાંધીના હિંદુત્વ મુદ્દે મનસુખ વસાવાએ કહ્યું કે, રાહુલ બાબાને સૌ કોઈ ઓળખે છે, કોંગ્રેસનું પતન થશે અને અસ્તિત્વ પણ નહિ રહે. કોંગ્રેસે દેશને સંસ્કૃતિક રીતે ખતમ કર્યો છે. નાતી જાતિના ભેદ ઉભા કર્યા છે. હું ધાર્મિક બાબતે રાજનીતિ નથી કરતો પણ સત્ય છે, પૂર્વ સરકારોએ નદીઓને કેમિકલ થઈ માંડી ગટરોને પાણીથી ગળી કરી. નદીઓની અસ્તિત્વ ખતમ કર્યું. જ્યારે વડાપ્રધાન નરેન્દ્રન મોદીએ પર્યાવરણ શુદ્ધ નદીઓને સ્વચ્છતા સાથે જાેડી મંદિરે પવિત્રતા જળવાઈ અભિયાન ચલાવ્યું છે.વારાણસીમાં વડાપ્રધાન મોદીએ કાશી વિશ્વધામના નવા પરિસરનું લોકાર્પણ કર્યું છે. ત્યારે નર્મદા જિલ્લાના શૂળરાણેસ્વર મહાદેવના મંદિરે ભરૂચના સાંસદ મનસુખ વસાવા સહિત ભાજપના અગ્રણીઓએ શિવજીને જલાઅભિષેક કરી પૂજા કરી હતી. ત્યારે સાંસદ મનસુખ વસાવાએ કોંગ્રેસ પર આક્ષેપ કર્યો કે કોંગ્રેસે દેશને સંસ્કૃતિક રીતે ખતમ કર્યો છે.


Share to