November 21, 2024

“ધુળિયુ રાજપીપળા”

Share to

જો તમે રાજપીપળા નગર મા રહેતા હશો, તો આ ન્યુઝ ટાઇટલ વાંચી તમને સહેજ પણ આશ્ચર્ય નહિ થયું હોય, કારણ કે તમે સવાર સાંજ ધુળિયું રાજપીપળા જોતાજ હશો….

ઇકરામ મલેક (રાજપીપળા)

રાજપીપળા નગર મા છેલ્લા 6 મહિના કરતા વધારે સમય થી ફોર લેન માર્ગ ની કામગીરી ની સાથે સાથે ઘર વપરાશ ની ગેસ લાઈન અને ભુગર્ભ ગટર યોજના ની કામગીરી ને કારણે રાહદારીઓ નું જીવન દોહ્યલું બન્યું છે. હાલ એમ.વી રોડ થી સંતોષ ચાર રસ્તા તરફ રોડ ની એક બાજુ ખોદી નાખી એને એમજ પડતી મૂકી દેતા વાહનચાલકો અને દુકાનદારો ની મુશ્કેલી નો પાર નથી. ગ્રાહકો ને દુકાન સુધી જવા ઉબડખાબડ રસ્તે જતા પગ મચકાઈ જવા ના કિસ્સા બન્યા છે. વાહનો ની સતત અવરજવર ને કારણે ઉડતી ધૂળ ની ડમરીઓ વાહન ચાલકો અને આસપાસ ના દુકાનદારો ના શ્વાસ મા એક ધારી રીતે જતા દમ, ખાંસી અને શરદી ના દર્દીઓ વધે તેમ છે. રોડ ઉપર સતત ઊડતી ધૂળ દમ ના દર્દીઓ માટે અત્યંત ખતરા રૂપ હોય છે, અને ધૂળ ની એલર્જી ધરાવતા લોકો માટે પણ એલર્ટ સમાન છે.

ધૂળ ની ડમરીઓ વાહનચાલકો ની આંખો મા ઘુસી જતા આંખ સંબંધી સમસ્યાઓ પણ હાલાકી સમાન છે, જ્યાં સુધી રોડ ની કામગીરી પુરી ના થાય ત્યાં સુધી અનિવાર્ય અનિષ્ટ ની જેમ દુકાને બેસી વેપાર કરતા દુકાનદારો એ તેમના શ્વાસ મા ધૂળ લેવી એક મજબુરી બની રહેશે. રોડ ની સાથે સાથે ગેસ લાઈન અને ભૂગર્ભ ગટર ની લાઈનો પણ નાખવાની કામગીરી ચાલતી હોય પરિસ્થિતિ વધુ બગડી રહી છે, ત્રણેય એજન્સીઓ મા ના માણસો મા સંકલન ના અભાવ ને કારણે કામગીરી વધુ જટિલ બની રહી છે, અને પરિણામે ભોગવવા નું તો લોકો એજ છે.

જો રોડ રસ્તા નું કામ કરતી એજન્સીઓ ટેન્ડર લેતી વખતે લખી આપેલી શરતો નું પાલન કરે અને ટેન્કરો દ્વારા પાણી નો છંટકાવ કરે તો એક મોટા માનવ સમૂહ ને કનડતી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા નો નિવારણ થઈ જાય તેમ છે, પણ લોકો ની નિષ્ક્રિયતા અને જન પ્રતિનિધિ ઓ નું મૌન ભેગા મળી ને લોકો ને આ કપરી પરિસ્થિતિ મા સહન કરવાનું અને ચૂપ રહેવાનું આડકતરું ઈશારો કરે છે. અને લોકો પણ હું શા માટે કહું કે મારે શું? મારે શું કામ આ લપ મા પડવું ? જેવું વિચારી પોતાના આક્રોશ ને મન માંજ ઘરબી દે છે…

વિચારજો તમે આમાં ના એક છો??


Share to

You may have missed