તા.૧૨-૬-૨૦૨૧ નેત્રંગ,
ઓનલાઈન શિક્ષણની કામગીરી રાબેતા મુજબ ચાલુ ન થસે તો વાલીઓ શાળાનો ઘેરાવો કરશે.
નેત્રંગ વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રી રઘુવીર કેવળ ભક્ત વિદ્યાલયમાં 16 વર્ષ પણ વધારે સમયથી સેવા આપતાં 15 જેટલાં શિક્ષકોને છૂટા કરી દેવામાં આવતા શિક્ષકોમાં રોષની લાગણી વ્યાપી ગઇ હતી. જયારે બીજી તરફ વિધાર્થીઓનાં શિક્ષણ પર માઠી અસર થવાની ભીતિ પણ ઊભી થઈ હતી. શાળાના તમામ શિક્ષકોને એક ઝાટકે છૂટા કરી દેવામાં આવતા વિધાર્થીઓનું ઓન લાઈન શિક્ષણ ખોરંભે ચડશે એવું વાલી મંડળમાં ગણગણાટનો સુર ઊભો થયો છે.
સંસ્થા ના પ્રમુખ અને મંત્રી સાથે શુક્રવારે શિક્ષકોની મિટીંગ યોજાઈ હતી. જ્યાં શાળા પાસે ભંડોળ ન હોવાથી છુટા કરવાનો નિર્ણય લેવાયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. નોટિસ આપ્યાં વીના 15 જેટલાં શિક્ષકોને છૂટા કરી દેવામાં આવ્યાં હતા. 16 વર્ષ ઉપરાંતથી સંસ્થા સાથે જોડાયેલાં હોવા છતાં નોટિસ આપ્યાં વિના છૂટા કરવાનો નિર્ણય લેવામા આવત સમગ્ર શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો હતો. બીજી તરફ .નેત્રંગ પથકમાં આટલી ખ્યાતનામ સંસ્થા આવી બે જવાબદારી ભર્યું આચરણ કરે એ બાબત ટોક ઓફ ધ ટાઉન બની હતી.
શિક્ષકોને છુટા કરવા બાબતનો પ્રશ્ન સંસ્થાના પ્રમુખ રોશન ભક્ત ને પૂછતાં શિક્ષકોને છુટા કરવાનો નિર્ણયનુ સમર્થન આપી સંસ્થાના હિત માટે કાળજી પૂર્વક આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
ત્રણ મહિના માનદ વેતન વીના પણ નોકરી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો છતા
છૂટા કરી દીધા
નવા શૈક્ષણિક વર્ષનાં શરૂવાતમાં તમામને છૂટા કરવાનો નિર્ણય વ્યાજબી નથી. મે મહિનામાં છુટા કરી દીધા હોત તો કોઈ બીજી શાળાના દરવાજા ખવડાવી શક્યા હોત પરંતુ હવે એ વિકલ્પ પણ ખુલ્લો રહ્યો નથી. તમામ શિક્ષકોએ ભેગા મળી આવનારા ત્રણ મહિના માનદ વેતન વીના પણ નોકરી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો છતા નોટિસ આપ્યા વિના 11 મહિનાનો કરાર પૂર્ણ થાય છે એમ કહી શિક્ષકોને છૂટા કરી દીધા હતા.
નેત્રંગ વિભાગ કેળવણી મંડળનો તમામ સ્ટાફ
કામગીરી ચાલુ ન થસેતો વાલીઓ શાળાનો ઘેરાવો કરશે.
વિનોદભાઇ વાલી
કોરોના કાળમાં તમામ લોકોને સમસ્યા નો સામનો કરવાનો પડયો છે. છતાં ગમે તેમ આડું આવડુ કરી શાળા ની ફી ભરી છે. છતાં પણ એક સાથે તમામ શિક્ષકોને છુટા કરી દીધા એ યોગ્ય નથી. બાળકોનો અભ્યાસ બગડશે એની જવાબદારી કોણ લેશે ? બે દિવસમાં ઓનલાઈન શિક્ષણ ની કામગીરી ચાલુ ન થસે તો વાલીઓ શાળા ઘેરાવો કરશે.
રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ
વિઘ્નહર્તા છુટા કરવામાં આવેલ તમામ શિક્ષકોને ન્યુ જોબ માટે આમંત્રિત કરે છે સત્વરે નીચેના કોન્ટેક્ટ નંબર પર સંપર્ક કરવા વિનંતી છે.
ગજેન્દ્રસિંહ ખેર
મોબાઇલ.9879775279
vighnharta@gmail.com