November 21, 2024

ઝઘડીયા ખાતે આંગણવાડી બહેનોએ તેમના પ્રશ્નો અંગે મામલતદારને આવેદન પાઠવ્યુ….

Share to

ઝગડીયા
ઝઘડીયા ખાતે તાલુકાની આંગણવાડી બહેનો દ્વારા તેઓના છેલ્લા બે વર્ષથી પડતર પ્રશ્નો અંગે આજે ઝઘડિયા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.આવેદનમાં પ્રશ્નો બાબતે સરકાર કક્ષાએ નિર્ણય કરવા રજુઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં વિવિધ પ્રશ્નો બાબતે જણાવાયા મુજબ (૧) ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી સુખડી તથા ટેક હોમ રેશન ઘેર ઘેર પહોંચાડવાની, બાળકોની શૈક્ષણિક કામગીરી ઘરે-ઘરે કરાવવાની કામગીરી ઉપરાંત કોરોનાને લગતી વિવિધ કામગીરીને લગતી સેવા બજાવે છે. કોરોનાને કારણે અવસાન પામેલ બહેનોને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયા મુજબ ૫૦ લાખ વળતર ચૂકવવું,(૨) કોરોના કામગીરી ભથ્થુ ચુકવવું, (૩) નિવૃત્તિ વય મર્યાદા ૬૦ વર્ષની કરવી, (૪) જિલ્લા તાલુકા અને વોર્ડમાં એક વખત ફેરબદલીની તક આપવી, (૫) મીની આંગણવાડીને ફુલ આંગણવાડીમાં ફેરવવી,(૬) હેલ્પરને આંગણવાડી વર્કરના માનદ વેતનના ૭૫ ટકા આપવા, (૭) આંગણવાડી વર્કરોને લઘુત્તમ વેતન આપી કાયમી કરવા તથા દરમિયાનમાં ૧૦ હજાર વેતન આપવુ,(૮) ગ્રેજ્યુટી, પ્રોવિડન્ટ ફંડ, ઇએસઆઇ યોજનાનો લાભ આપવો, (૯) પૂર્વ પ્રાથમિક શિક્ષક તરીકે નિમણુંક આપવી જેવા પ્રશ્નોના નિકાલ બાબતે આવેદનમાં રજુઆત કરવામાં આવી હતી….

રિપોર્ટર / કાદર ખત્રી


Share to

You may have missed