એક બાજુ હવામાન માં અચાનક પલ્ટો આવતા બુધવાર સવાર થી જ વરસાદી માહોલ રહેતા બજારો પણ સુમ સામ બન્યા હતા તો બીજી બાજુ
ગ્રામપંચાયતની ચૂંટણીનો ધમધમાટ સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યો છે . ત્યારે જિલ્લાના નસવાડી , સંખેડા , બોડેલી,પાવીજેતપુર,સહિતના તાલુકાઓમાં પણ ચૂંટણી નો ધમધમાટ જોવા મળી રહ્યો છે . ખાસ કરીને ફોર્મ લેવા અને જમા કરાવવા રંગચંગે ઉમેદવારો કચેરીઓ ખાતે જમાવડો કરી રહ્યાં છે .
રોજ સેંકડોની સંખ્યામાં સરપંચ તથા સભ્યોની બેઠકો માટેની ઉમેદવારીના ફોર્મ ઉમેદવારો દ્વારા લઇ જઇ જમા કરાવવા માં આવી રહ્યા છે ત્યારે આજે બોડેલી માં વરસાદી માહોલ મા પણ બોડેલી સેવાસદન ખાતે ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી નોંધાવવા માટે બોડેલી સેવા સદન ખાતે ભારે ભીડ ઉમટી પડી હતી હાલ તો ભર શિયાળામાં વરસાદી માહોલમાં ચૂંટણીનો ગરમાવો આવી ગયો છે તેમહાલ લાગી રહ્યું છે..
રિપોર્ટર / ઈમરાન મન્સૂરી / બોડેલી, છોટાઉદેપુર
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.